રીપોર્ટ@પાટણ: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈ રીક્ષા ખરીદીમાં સેટિંગ્સની ગંધ, કાર્ટેલ થયાનો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગત જુલાઇ 2025 દરમ્યાન સૌપ્રથમવાર 180 ઈલેટ્રિક રિક્ષા ખરીદવા મસમોટું ટેન્ડર થયું છે. સરેરાશ 5 કરોડથી વધુનુ આ ટેન્ડર હાલ પ્રગતિમાં છે ત્યારે જ ખરીદ પ્રક્રિયા દરમ્યાન કોઈને કોઈ સેટિંગ્સની દુર્ગંધ સામે આવી છે. સરેરાશ 180 ગામોમાં સુકો અને ભીનો કચરો એકત્રિત કરવાના આ સાધન ખરીદીમાં શરતો જ એવી હતી કે ખૂબ મર્યાદિત એજન્સીઓ આવી શકે. હવે હાલની સ્થિતિએ આમાં સેટિંગ્સની ગંધ એક ટેકનિકલ સેક્શન થયું તેનાથી બહાર આવી છે. જે ત્રણ એજન્સીઓના ડોક્યુમેન્ટ માન્ય થયા તેમાં બ્રાન્ડ કંપની એટલે કે, ઈ રીક્ષા કંપની એક જ છે. આટલું જ નહિ, જે મુખ્ય કંપની છે તેના જ અમુક ડોક્યુમેન્ટ બીજી 2 એજન્સીઓ પાસે છે. એટલે કે, મુખ્ય એજન્સીઓના અમુક ડોક્યુમેન્ટ ત્રણેય એજન્સીઓમા કોમન છે. આવી સ્થિતિમાં હવે પછીની ભાવ હરિફાઈ એટલે કે, રિવર્સ ઓક્શન કાર્ટેલના અસરરૂપે થશે. એટલે કે સરેરાશ 3 લાખથી વધુની રીક્ષાના વેચાણ માટે ભાવ હરિફાઈ ખૂબ જ માઈનોર રકમની થશે. જેનાથી સરકારને નાણાંકીય નુકસાન જઈ શકે એટલુ નહિ પરંતુ પારદર્શક ખરીદ પ્રક્રિયા અને કમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાની જોગવાઈઓનો છેદ ઊડી જાય તેમ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
પાટણ જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરેરાશ 180 ગ્રામ પંચાયતોને ઘેર ઘેરથી કચરો એકત્રિત કરવા ઈલેક્ટ્રોનિક રિક્ષા આપવા ટેન્ડર થયું છે. આ ટેન્ડર જુલાઇ 2025 માં જ્યારે ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર અપલોડ થયું ત્યારે જ ચોક્કસ એજન્સીને ટેન્ડર મળી જશે તેવી આશંકા વ્યક્ત થઈ હતી. હવે જ્યારે આજની સ્થિતિએ ટેન્ડરમા ભાગ લીધેલ એજન્સીઓની ડોક્યુમેન્ટ ચકાસણી થઈ એટલે કે ટેકનિકલ ઈવેલ્યુએશન થતું તેમાં 5 એજન્સીઓ પૈકી 3 એજન્સીઓ માન્ય થઈ છે. જે ત્રણ એજન્સીઓ માન્ય થઈ તેમાં રીક્ષાની બ્રાન્ડ કંપની એક જ છે તે સામાન્ય બાબત છે પરંતુ આ ત્રણેય એજન્સીઓના અનુભવ બાબતના, જેડા મારફતે વેચાણ બાબતના અને જેડામાં એમ્પેલન બાબતના કાગળો સમાન હોવાનું સામે આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. આને સીધી ભાષામાં એજન્સીઓ વચ્ચે કાર્ટેલ એટલે કે સંગઠન થયું કહેવાય અને તેને સિદ્ધ કરવાની ક્ષમતા ડીઆરડીએ નિયામક કચેરી પાસે છે. વાંચો નીચેના ફકરામાં.
આ સમગ્ર મામલે એકાદ મહિના અગાઉ આ ટેન્ડરમા કાર્ટેલ થઈ શકશે તેવી આશંકા પાટણ કલેક્ટર સમક્ષ રજૂ થઈ હતી. આટલું જ નહિ એક વેપારીએ પણ ચોક્કસ શરતોથી ચોક્કસ એજન્સીને જ ટેન્ડર લાગશે તેવી શક્યતા બતાવી હતી. એટલે કે પારદર્શક ખરીદ પ્રક્રિયા નહિ થાય તો સરકારને ભયંકર નાણાંકીય નુકસાન જાય તેવી રજૂઆત થઈ હતી. આટલું જ નહિ ઇન્ચાર્જ નિયામકને સમગ્ર ટેકનિકલ વિષય ધ્યાને મૂકતાં નિયામકે પણ સ્વિકાર્યું કે, પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગે છે આથી જોવડાવી દઉ છું. જોકે અહિં સૌથી મોટો સવાલ થાય કે, એવી કઈ શરતો છે કે જેનાથી ચોક્કસ એજન્સીને માન્ય થાય અને ઓ.ઈ.એમ પણ ચોક્કસ એજન્સીનુ જ હોય ત્યારે કેવીરીતે આર.એ દરમ્યાન ભાવની પારદર્શક હરિફાઈ થાય ? આ સમગ્ર મામલે આગામી ન્યૂઝ રીપોર્ટમાં મહા ઘટસ્ફોટ જાણીએ.