રિપોર્ટ@રાધનપુર: મંજૂરી મળી પાકસંગ્રહની અને ચાલુ કરી હોટેલ, પંચાયતના ઠરાવ વિરુદ્ધ રજૂઆત
patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રાધનપુર તાલુકાના ગામે જમીનના ઉપયોગ બાબતે શરતફેર અને મંજૂરીથી વિરુદ્ધની કામગીરી થયાનું સામે આવ્યું છે. ધરવડી ગ્રામ પંચાયતે જે જમીનમાં પાક સંગ્રહનો ઠરાવ કરી આપ્યો એ જ જમીનમાં સંબંધિત માલિકે હોટેલ શરૂ કરી દેતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. માલિકીની જમીનમાં હેતુ ફેર થયાનું જાણી સ્થાનિક અરજદારે ગ્રામ પંચાયતનો ઠરાવ રદ્દ કરવા રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને અને શરતફેર બદલ મામલતદારને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. સૌથી મોટી વાત એ છે કે ઠરાવ ઉપર પાક સંગ્રહની મંજૂરી છતાં હોટેલ ધમધમી રહી છે. જેને તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતના સત્તાધીશો નજરોનજર જોઈ રહ્યા છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

રાધનપુર તાલુકા ના રે.સ.નં.358 વાળી  જમીન નવી શરતથી સરકારે જે તે વખતે ખેડુતને ખેડ માટે આપી હતી. જેમાં પ્રથમ તો ખેડુતે  "પાક સંગ્રહ "ના ઢાડીયા માટે ધરવડી ગ્રામ પંચાયત માં મંજૂરી માંગતા ઠરાવ થઈ ગયો હતો. કરી પાક સંગ્રહ માટે ની મંજૂરી પણ આ પછી જમીન માલિકે ધરવડી ગ્રામપંચાયતને અંધારામાં રાખી પાક સંગ્રહની મંજૂરીવાળી જમીન ઉપર હોટલ ચાલુ કરાવી દીધી છે. આ પછી હોટલ બીજા કોઈને ભાડે આપી હેતુફેર વગર કમાણી ચાલુ કરી દીધી છે. નવી શરતની જમીનમાં ખોટા હુકમ ના કારણે શરત ભંગનો પ્રકાર બનતો હોવાથી મામલતદારને જાગૃત નાગરિક દ્રારા રજૂઆત કરી કાર્યવાહી કરવા લેખીત અરજી આપી છે. સમગ્ર કેસમાં મામલતદાર અને ટીડીઓ દ્વારા કાર્યવાહી બાબતે કેમ વિલંબ થઇ રહ્યો તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે.