રિપોર્ટ@સિધ્ધપુર: 13 વર્ષની કિશોરી ઘરમાં જ ત્રાહિમામ્, કારણ જાણ્યું તો માતાનું ઘર વસ્યું પરંતુ દીકરી મજબૂર

અટલ સમાચાર, પાટણ
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 13 વર્ષની કિશોરી તેના સાવકા પિતાના ત્રાસથી કંટાળી અચાનક ઘરેથી નીકળી ગઇ હતી. આ પછી સિધ્ધપુર શહેરની વિવિધ ગલીઓમાં ભટકવા મજબૂર બની હતી. સાવકા પિતાની મારઝૂડથી કંટાળી કિશોરી પહેરેલે કપડે જ ઘરેથી નીકળી ગઇ હતી. આ તરફ જાણ થતાં 181ની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં કિશોરીને ખૂબ સમજાવતાં ચોંકાવનારી વિગતો મળી હતી. કિશોરી પિતાના ત્રાસથી એટલી હદે કંટાળી ગઇ કે ઘરે જવા તૈયાર જ નથી. આથી અભયમની ટીમે તેને આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં માતાએ બીજા લગ્ન કરતાં કિશોરી માતા સાથે સાવકા પિતાના ઘરે ગઇ હતી. જ્યાં કિશોરીને જાણે અનેક પ્રતિબંધ હોય તેમ ઘરમાં પુરાઇ રહેવાનું થયું હતું. જ્યાં તેના સાવકા પિતા અવારનવાર કિશોરીને પરેશાની થાય તે પ્રકારે વર્તન કરતાં હતા. આખરે કંટાળીને કિશોરી ઘરેથી નીકળી સિદ્ધપુર શહેરમાં પહોંચી જ્યાં ત્યાં ફરતી હતી. શહેરની અજાણ ગલીઓમાં ભટકવા મજબૂર થયેલી કિશોરીની સ્થિતિ દયનીય બની હતી. આ દરમ્યાન સ્થાનિક જાગૃત વ્યક્તિને શંકા જતાં વાત કરી હતી. જેમાં તેની વેદના સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. આથી જાગૃત નાગરિકે 181 અભયમને ફોન કરી જાણ કરી હતી.
https://www.facebook.com/569491246812298/
સુત્રોએ જણાવ્યું હતું કે, કિશોરીની સુરક્ષા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં કાઉન્સેલર લક્ષ્મીબેન અને એએસઆઈ બબીબેન સ્થળ પર પહોંચ્યાં હતા. જ્યાં કિશોરીને આશ્વાસન આપી ઘરે જવા સમજાવટ કરી હતી. જોકે કિશોરી સાવકા પિતાથી કંટાળી ઘરે જવા તૈયાર નહોતી. આથી અભયમ ટીમે કિશોરી સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.