સુરતઃ એરપોર્ટ પરથી 15 લાખનું સોનું અને 6 કરોડના હીરા સાથે 2 લોકોની ધરપકડ થઇ
CHOR-960x640

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના મુંબઈ એરપોર્ટ પર જે રીતે દાણચોરીની ઘટનામાં તંત્ર એલર્ટ થયા બાદ હવે દાણચોરી માટે મહારાષ્ટ્રની નજીક આવેલા ગુજરાતનું સુરત એરપોર્ટ સૌથી સલામત માનવામાં આવી રહ્યું છે. શાહજાથી આવતી ફ્લાઈટમાં સતત સોના સાથે હીરાની દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે  કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે બુધવારની રાત્રે એરપોર્ટ પર શારજાહ ફલાઇટમાંથી રૂપિયા 15 લાખના સોના સાથે એકની ધરપકડ કરી હતી. આ જ ફલાઇટમાં શારજહા જઇ રહેલાં એક વ્યક્તિને છ કરોડના હીરા સાથે ઝડપી લેવાયો હતો. બંનેની અટક કરીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

કસ્ટમ અને ડીઆરઆઇના સુરતના એરપોર્ટ પર આવતી શાહજહાની ફ્લાઈટમાં સતત દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ ઘટનાઓમાં સોના સાથે હીરા મળી આવવાનો મામલો સામે આવતા તંત્રએ આ અંગે તપાસનો ધમધમાટ  શરૂ કર્યો છે. જેમાં એક મુસાફર નિયત મર્યાદા કરતા વધુ ગોલ્ડ પહેરેલો દેખાયો હતો. તેની પાસેથી 300 ગ્રામથી વધુ સોનું મળી આવ્યુ હતુ. જેની કિંમત 14થી 15 લાખ થતી હતી.​ ​​​​​​બે જણની અટક બાદ તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવનાર હોય ગુરુવારના રોજ બંનેને કોર્ટમાં રજૂ કરાયા હતા.


 અગાઉ અનેકવાર કસ્ટમ વિભાગને એરપોર્ટ પરથી ગોલ્ડ મળી આવ્યુ છે. પરંતુ માત્રા ઓછી હોવાથી મોટાભાગે ધરપકડ કરવામાં આવતી નથી. પરંતુ આ કેસમાં રકમ વધુ હોઈ તેથી ધરપકડ કરાઈ છે. ડાયમંડ ઓરિજિનલ છે કે સિન્થેટિકની તેની પણ તપાસ કરવામાં આવશે. આવનાર મુસાફરોના ચેકિંગ બાદ આ ફ્લાઇટ જઈ રહી હતી. ત્યારે ચેકિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી 6 કરોડના હીરા મળી આવ્યા હતા. અઢીથી 300 કેરેટના હીરા કસ્ટમ અધિકારીઓએ કબ્જે  કર્યા હતા.