દુર્ઘટના@સુરત: વડોદ ગામ નજીક લિફ્ટ તૂટતા 14માં માળેથી નીચે પટકાતા 2 વ્યક્તિના મોત
Surat 02

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના બાદ હવે સુરતમાં પણ લિફ્ટ તૂટ્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. શહેરના પાંડેસરા વિસ્તારના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતા 2 લોકોના મોત થયા છે. જોકે આ ઘટનાની તુરંત પોલીસને જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Surat 01


 
સુરતના પાંડેસરામાં લિફ્ટના કામકાજ દરમ્યાન બે કામદારો 14માં માળેથી નીચે પટકાતા તેઓના મોત થયા છે. પાંડેસરાના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કામ કરનારા 2  શ્રમિકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, બંને કામદારો મહારાષ્ટ્રના નંદુરબારના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે કે જેમાં જોઇ શકાય છે કે તેમાં લિફ્ટનું કામકાજ ચાલી રહ્યું છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતમાં એક નિર્માણાધીન બિલ્ડીંગમાં કુલ ત્રણ યુવકો 14માં માળે લિફ્ટના એન્ગલ લગાવવાનું કામ કરી રહ્યાં હતા. કુલ ત્રણ યુવકો એકસાથે કામગીરી કરી રહ્યાં હતા. ત્યારે આ કામગીરી દરમ્યાન એક યુવકનું સંતુલન ખોરવાતા તેને બચાવવા જતા બીજો યુવક પણ તેની સાથે નીચે પટકાયો. આથી બંને યુવકોના મોત નિપજ્યાં. આ મૃતક યુવકોના નામ આકાશ બોરસે અને નિલેશ પાટીલ છે. જોકે આ શ્રમિકો કોઈપણ પ્રકારની સેફ્ટી વિના કામગીરી કરી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.