સુરતઃ રાજસ્થાનથી દારૂ લાવવા માટે બસમાં બનાવ્યો ગજબનો કિમિયો, 15 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા
દારૂ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં અવાર નવાર કોઈને કોઈ પ્રકારે દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવે છે. જોકે, પોલીસની સતર્કતાના કારણે, વખતો વખત દારૂ ઝડપાઇ જાય છે. તેવામાં સુરતના પુણા કેનાલ રોડ પરથી રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસમા પોલીસે બાતમીના આધારે તાપસ કરી હતી. જેમાં સોફાની નીચે ચોરખાનું બનાવી પાર્સલની આડમાં ઈંગ્લીશ દારૂ શહેરમાં ઘુસાડતા હોવાનું સામે આવ્યું હતું.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
રાજ્યસ્થાનથી દારૂ ભરાવનાર નિર્ભય સિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપી અને દારૂ સહિત બસ મળી કુલ 15 લાખથી વધુની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે, ગુજરાત લઠ્ઠાડાકાંડ બાદ જે રીતે દારૂની માગ વધી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં બુટલેગરો રૂપિયા કમાવા માટે અલગ અલગ પ્રકારે તરકીબ કરીને માલ મંગાવી રહ્યા છે. તેની સામે પોલીસ પણ બુટલેગર ઝડપી પાડવા માટે પોલીસ પણ સતર્ક થઈને સતત દારૂ પકડી રહી છે તેવામાં હવે ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યમાંથી દારૂ મોટા પ્રમાણમાં લાવમાં આવતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.