સુરતઃ બેફામ બસે સ્કૂટરને ટક્કર મારતાં 7 વર્ષની માસુમ બાળકીનું મોત, બસ ચાલાકની અટકાયત
વવવ

અટલ સમાચાર, ડેસ્ક

ડાયમંડ સીટી સુરતમાં ફરી એકવાર બેફામ બસે માસુમનો જીવ લીધો છે. શહેરના સહારા દરવાજા પાસે બસ અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. ગત રાત્રે પિતા સાથે જતી વખતે બે ફામ આવેલી બસે ટક્કર મારતા મોપેડ પાછળ બેસેલી માસૂમ બાળકી બસના ટાયર નીચે આવી ગઈ હતી. આ ઘટનામાં પિતા અને અન્ય બે બાળકીનો ચમત્કારી રીતે બચાવ થયો છે. આ અકસ્માત અંગે મહિધરપુરા પોલીસે બસ ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. સુરતમાં અવાર નવાર બસનો કહેર સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પત્નીએ જ પુત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, મૃતકના ભાઈના આક્ષેપની ખળભળાટ

રાજકોટમાં  કોઠારીયા હુડકો ચોકડી પાસે મારૂંતીનગરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે રાકેશ અધ્યારૂ નામના યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી હતી. આ અંગે પત્નીએ સાવકા પુત્ર સાથે મળી જીવતો સળગાવ્યાનો મૃતકના ભાઈએ આક્ષેપ લગાવ્યો છે. પ્રેસ ફોટોગ્રાફરનું કાર્ડ ધરાવતા ચોકીદાર અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાની શંકાને કારણે પત્નીએ આ પગલુ ભર્યું હોવાનો આક્ષેપ છે. હાલમાં યુવકના મોતને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.