રોજગારઃ આ જીલ્લામાં જી.આર.ડી.અને એસ.આર.ડીમાં ભરતી જાહેર થઇ, આજે જ કરો અરજી
b job

અટલ સમાચાર, ડેસ્ક

 સુરત હસ્તકના પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી./એસ.આર.ડી. સભ્યોની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરવા માટે સંબંધિત અરજી ફોર્મભરીને મોકલવાનું રહેશે. જેના માટેની સત્તાવાર વેબસાઈટ https://spsurat.gujarat.gov.in/નો ઉપયોગ કરવાનો રહેશે.સંસ્થા/વિભાગનું નામ: પોલીસ અધિક્ષક સુરત

જગ્યાનું નામ: જી.આર.ડી/સા.ર. દળ

અરજી માટેની અંતિમ તારીખ: જાહેરાતની તારીખથી 7 દિવસની અંદર (અખબારમાં પ્રકાશિત જાહેરાત તારીખ 26/08/2022)
શૈક્ષણિક લાયકાત: ધો.3 પાસ/વધુ

વય મર્યાદા: 20 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ

પગાર ધોરણ: રૂ.230/દિવસ

જોબ લોકેશન: સુરત

અરજી ફી: કોઈ અરજી ફી રાખેલી નથી

અન્ય યોગ્યતા
વજન

પુરુષ: 50 કિગ્રા

મહિલા: 40 કિગ્રા

ઊંચાઈ

પુરુષ: 162 સે.મી

મહિલા: 150 સે.મી

શારીરિક ક્ષમતા

પુરુષ: 800 મીટર - 4 મિનિટ

મહિલા: 800 મીટર - 5 મિનિટ 30 સેકન્ડ
ખાસ નોંધ: ભરતી સંબંધિત અન્ય માહિતી સત્તાવાર વેબસાઈટ પરથી મળી શકશે. તેમજ અરજી કરનાર ઉમેદવાર તે જ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાશી હોવો જોઈએ. ભરતી સંબંધિત અન્ય માપદંડો દરેક ઉમેદવારને બંધન કરતા રહેશે.