દુઃખદ@ગુજરાત: નાના બહુચરાજી મંદિરના મહંત શંભુ મહારાજે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક 

સુરતના કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા નાના બહુચરાજી મંદિરમાં છેલ્લા 25 વર્ષથી સેવા પૂજા કરતા શંભુ મહારાજે મંદિર પરિસરમાં ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મહંતના આપઘાતના સમાચાર મળતાં જ ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

નાના બહુચરાજી મંદિરના 45 વર્ષીય શંભુ મહારાજના અપઘાતની જાણ થતા જ ચોક બજાર પોલીસની ટીમ મંદિર ખાતે દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખેસડવાની તજવીજ હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે, શંભુ મહારાજ મૂળ નેપાળના વતની હતા અને છેલ્લા 25 વર્ષથી તેઓ મંદિરમાં અખંડ સેવા કરતા હતા. 

Surat

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ પોલીસે શંભુ મહારાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મહંતના આપઘાત કરવા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.