સુરતઃ માથાભારે શખ્સની હત્યા, બુટલેગર સામે લાગ્યો હત્યાનો આરોપ, પરિવારમાં માતમ
હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં રોજ હત્યાના બનાવો ,સામે આવતા રહે છે. આ સાથે સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતમા ડીંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે ડીંડોલી વિસ્તારમાં ઉજ્જવલ નામના યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉજ્જવલ ડિંડોલીમાં રીઢા ગુનેગારની છાપ ધરાવતો હતો.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ઉજ્જવલ આ અગાઉ કેટલાય ગુનામાં સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે. ઉજ્જવલની હત્યા પાછળ બુટલેગર હોવાની વાત સામે આવી છે. બુટલેગરની સાથે અન્ય 4 થી 5 યુવકની હત્યામાં સંડોવણી હોવાની વાત સામે આવી છે.