બ્રેકિંગ@સુરત: ફરી મોટી દુર્ઘટના, બીજા માળેથી મિલની લિફ્ટ તૂટતા 9 લોકો નીચે પટકાતા 1 નું મોત, 8 ગંભીર રીતે ઘાયલ

 
Surat 01

અટલ સમાચાર, ડેસ્ક 

અમદાવાદ અને સુરત બાદ એકવાર ફરી સુરતમાં લિફ્ટ તૂટતા એકનું મોત અને 8 લોકો ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. જેના લીધે તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ અનેક સવાલો મનમાં ઊભા થાય છે. સુરતમાં વધુ એક વખત લિફ્ટ તૂટ્યાની ઘટના સામે આવી છે શહેરના ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટતા એકનું મૃત્યુ થયું છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મળતી માહિતી અનુસાર, ભટાર ખાતે શાંતિવન મિલમાં બીજા માળેથી એકાએક લિફ્ટ ખોટકાતા તમામ લોકો નીચે પટકાયા હતા. આથી આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની કમર તૂટી છે તો કેટલાકના પગ ફેક્ચર થયા છે.

મહત્વનું છે કે, હજુ તો થોડાક દિવસો અગાઉ જ અમદાવાદ અને સુરતમાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી. જેમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત નિપજ્યાં હતા. જ્યાર પછી સુરતમાં પણ પાંડેસરાના વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટ્યાની ઘટના સામે આવી હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા.