સુરતઃ મુસ્લિમ પત્નીએ પતિને ગૌમાંસ ખવડાવી દેતાં યુવકે આત્મહત્યા કરી, અંતે ફરિયાદ
પતિ-પત્ની

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ઉધનામાં યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં યુવક રોહિતને મુસ્લિમ પત્ની સોનમ અને તેના ભાઇ મુક્તાર અલીએ ગૌમાંસ ખવડાવી દેતાં આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. રોહિતે બે મહિના અગાઉ આપઘાત કર્યો હતો પરંતુ સુસાઇડ  નોટના આધારે આ અંગેનો ખુલાસો થયો હતોપરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રોહિતને મિલમાં સાથે કામ કરતી વખતે મુસ્લિમ યુવતી સોનમે રોહિતને ફસાવ્યો હતો. સોનમે રોહિતને પોતાના વશમાં કરીને પરિવારથી પણ અલગ કરી દીધો હતો.

યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારી પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દીધું હતું, જેને કારણે આ પગલું ભર્યું છે. યુવકની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ કહ્યું હતું કે સોનમ મુસ્લિમ હતી અને તેના અગાઉ લગ્ન થયા હોવાની અમે રોહિતને લગ્ન ન કરવા માટે ના પાડી હતી પરંતુ રોહિત અમારી વાત માન્યો નહોતો અને સોનમ સાથે પ્રેમ લગ્ન કરી છેલ્લા એક વર્ષથી અલગ રહેતો હતો અને તેણે અમારી સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.

દરમિયાન રોહિતના મિત્રએ રોહિતની માતાને ફોન કરીને જાણ કરી હતી કે, રોહિતે બે મહિના પહેલા ફેસબુક ઉપર સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, સોનમ અલી અને તેના ભાઇ અખ્તર અલીએ રોહિતને બળજબરીથી ગૌ માસ ખવડાવીને ધમકી આપી હતી, તેઓના ત્રાસને કારણે રોહિતે આત્મહત્યા કરી હતી અને તેની સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરી હતી.