સુરતઃ પાડોશી મહિલાએ જોડે રહીને કિશોરી પર સામૂહિક દુષ્કર્મ કરાયો, અંતે પોલીસ ફરિયાદ

પીણું પીધા બાદ કિશોરી બેભાન થઈ ગઈ હતી. કિશોરીની બેભાન અવસ્થામાં મીના રાજપૂત સાથે આવેલા ઈસમે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
 
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક


સુરતના વરાછા વિસ્તારમાં એક કિશોરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનારી કિશોરી મૂળ મધ્યપ્રદેશની વતની છે. આ સમગ્ર ઘટના છ મહિના પહેલા બની હતી પરંતુ કિશોરીએ વતન મધ્ય પ્રદેશમાં પહોંચ્યા બાદ પરિવારને આ બાબતે જાણ કરતા પરિવારના સભ્યોએ મોરેના જિલ્લા ના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના વરાછામાં બની હોવાના કારણે વરાછા પોલીસ સ્ટેશનને આ ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેથી આ સમગ્ર મામલે પોલીસે કિશોરી પર દુષ્કર્મ ગુજારનારા ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે છ મહિના પહેલા સુરતના વરાછા વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીમાં રહેતી એક 15 વર્ષની કિશોરી તેની બાજુમાં રહેતી મીના રાજપૂત નામની મહિલા સાથે એક વ્યક્તિના ઘરે ગઈ હતી. જ્યાં આ કિશોરીને કેફી પીણું પીવડાવવામાં આવ્યું હતું. પીણું પીધા બાદ કિશોરી બેભાન થઈ ગઈ હતી. કિશોરીની બેભાન અવસ્થામાં મીના રાજપૂત સાથે આવેલા ઈસમે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

કિશોરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મીના રાજપૂત નામની મહિલાએ ફરી એક વખત કિશોરીને પોતાની સાથે ફરવા આવવા માટે કહ્યું હતું. જે તે સમયે કિશોરીને તેણીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મીના રાજપૂત પોતાની સાથે લઈ ગઈ હતી. જે બાદમાં કિશોરી અજાણ્યા સ્થળ પર પહોંચી ત્યારે બે યુવકો દ્વારા આ કિશોરી સાથે ફરી એક વખત દુષ્કર્મ આચર્યું હતું.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

કિશોરી પોતાના પિતાથી ડરતી હોવાને કારણે તેણીએ આ વતા કોઈને કહી ન હતી. બનાવના છ મહિના બાદ કિશોરી તેના વતન ગઈ હતી. જ્યાં કિશોરીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. કિશોરી દુષ્કર્મોનો ભોગ બની હોવાના કારણે પરિવારના સભ્યોએ મધ્યપ્રદેશમાં આવેલા મોરેના જિલ્લામાં જૌરાના મહિલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. મધ્યપ્રદેશ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી હતી, જે બાદમાં આ ફરિયાદ જીરો નંબરથી વરાછા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી હતી. વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી મીના રાજપુત અને કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનારા બે ઇસમોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે દુષ્કર્મ ગુજારનાર એક નરાધમને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.