સુરતઃ યુવકે 70 વર્ષીય વૃધ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, ગંભીર ઇજાઓ પહોંચતા અંતે કરૂણ મોત

આ દરમિયાન ઇજાગસ્ત મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ હતું. જેથી PM રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા તબીબો ચોંકી ઉઠયા હતા.
 
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક


સમાજ માટે લાલબત્તી સમાન આ ચકચારી ઘટનામાં દુષ્કર્મમાં વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ થયુ હોવાનુ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
 
સુરતના કોસંબા રેલવે પોલીસની હદ વિસ્તારમાં આ વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચર્યાનું હોવાની શરમજનક ઘટના સામે આવી હતી. હવસખોર આરોપીએ દુષ્કર્મ કરી મહિલાને ગંભીર ઇજા પહોંચડી હતી. આથી તેંને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયા મેડિકલ ઓફિસરને શંકા જતા તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન ઇજાગસ્ત મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ હતું. જેથી PM રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા તબીબો ચોંકી ઉઠયા હતા.
 
ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરીને પોલીસે શંકાસ્પદ શખ્સની અટકાયત કરી લીધી હતી. જે આરોપીને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ ગુન્હો કબૂલ્યો હતો. જેને લઈને સમગ્ર ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનુ ખૂલ્યું છે. આથી પોલીસે આ કૃત્ય આચરનાર આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.