સુરત: વરરાજાને ડીજેના તાલે નાચતા છાતીમાં દુખાવો ઉપડ્યો, લગન પહેલા સારવાર દરમિયાન મોત

અટલ સમાચાર, ડેસ્ક
સુરતના જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ગામમાં ચૌધરી પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. મિતેશ ચૌધરી નામના યુવકની જાન જવાની હતી. રાતે ડીજે સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વરરાજા તેના મિત્રો સાથે નાચી રહ્યા હતા.દરમિયાન વરરાજા મિતેશને અચાનક છાતીમાં દુખાવો થતા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં વરરાજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
ગામમાં વરરાજાના ઘરે ઘરે રાખેલા મંડપ મુહૂર્ત પ્રસંગે નાચતા યુવાનને અચાનક છાંતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. પરિવારમાં હર્ષનો માહોલ શોકમાં બદલાઇ ગયો હતો યુવાનના વરઘોડાની જગ્યાએ સ્મશાનયાત્રા નીકળતા ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાત્રે જમવાની વિધિ પૂર્ણ થઈ હતી જે બાદમાં લગ્ન મંડપનું મુહૂર્તની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ બાદ રાત્રે ડીજે સાથે રાસનો પ્રોગ્રામ રાખ્યો હતો.આ સમયે વરરાજા પોતાના મિત્રો સાથે ડીજેના તાલે નાચી રહ્યા હતા. તેવામાં એક મિત્ર તેમને ખભા પર ઊંચકીને ડાન્સ કરી રહ્યા હતા. વરરાજા પણ ખુબ જ ઉત્સાહમાં આવીને ડાન્સ કરી રહ્યા હતા. પણ એકાએક વરરાજાને છાતીમાં દુઃખાવો થયો હતો.જે બાદ વરરાજાને અરેઠ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે બાદ વરરાજાને બારડોલી ખાતે સરદાર હોસ્પિટલમાં રિફર કરાતાં ત્યાં ખસેડવામાં આવ્યો હતો. અને સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.