સુરતઃ ત્રણ વર્ષની બાળકી પર ઇસમે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને કૉર્ટે ફાંસીની સજા ફટકારી
આ ઘટનાના ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે કેસ સુરત કૉર્ટમાં ચાલી જતા એડીશનલ ડિસ્ટ્રીકટ એંડ સેશન્સ જજ ડી.પી. ગોહિલે આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંહ ગૌણને ફાંસીની સજા ફટકારી છે.
Jul 26, 2022, 17:29 IST
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના પુણા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને કૉર્ટે ફાંસીની સજા ફટકારી છે. 14 એપ્રિલ 2022ના ત્રણ વર્ષની બાળકી પરિવાર સાથે ફૂટપાથ પર હતી. ત્યારે લલનસિંહ નામના આરોપીએ અપહરણ કર્યું હતું. જ્યાંથી બાળકીને નજીકમાં આવેલા બસ પાર્કિંગમાં હેવાન લઈ ગયો જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી બાદમાં લાશને છૂપાવી દીધી હતી.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ ઘટનાના ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે કેસ સુરત કૉર્ટમાં ચાલી જતા એડીશનલ ડિસ્ટ્રીકટ એંડ સેશન્સ જજ ડી.પી. ગોહિલે આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંહ ગૌણને ફાંસીની સજા ફટકારી છે.