સુરતઃ તાપી કાંઠે રમતા ત્રણ બાળકો ભરતીના પાણીમાં ખેંચાતા ડૂબ્યા, બેના મોત, એક લાપતા

તાપી કાંઠે રમતા ત્રણ બાળક  ભરતીના પાણીમાં ખેંચાતા ડૂબ્યા હતા. મહમ્મદ કરમઅલી અને શહાદત શાહ નામના બાળકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક બાળકીનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી
 
mgjl

અટલ સમાચાર, ડેસ્ક


સુરતના રાંદેર કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. બે બાળકોના મોત થયા હતા અને એક લાપતા થયા છે. મળતી માહિતી અનુસાર, તાપી કાંઠે રમતા ત્રણ બાળક  ભરતીના પાણીમાં ખેંચાતા ડૂબ્યા હતા. મહમ્મદ કરમઅલી અને શહાદત શાહ નામના બાળકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક બાળકીનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સુરતમાં રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટ પર શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમાવમાં મશગુલ થઈ ગયા હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા બાળકો પાણીમાં ખેંચાઈ ગયા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જેહમત બાદ બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી. હાલ પણ શોધખોળ ચાલી રહી છે.