ACB@સુરત: કાર પરત આપવા સામે લાંચ લેતા PSI રંગે હાથ ઝડપાયા

અટલ સમાચાર,સુરત સુરતના એક જાગૃત નાગરિક ઘ્વારા પુણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિરૂધ્ધ એસીબીમાં ફરીયાદ કરાઇ હતી. જેને લઇ એસીબી ઘ્વારા છટકું ગોઠવી પીએસઆઇ અને તેના સાગરિતને લાંચની રકમ સ્વિકારતા રંગેહાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરતના એક જાગૃત નાગરીકે પોતાના વતનમાં જવા માટે તેમની ઇનોવા કાર મેળવી તેઓના રહેણાંક ફલેટની સામે રોડ પર
 
ACB@સુરત: કાર પરત આપવા સામે લાંચ લેતા PSI રંગે હાથ ઝડપાયા

અટલ સમાચાર,સુરત

સુરતના એક જાગૃત નાગરિક ઘ્વારા પુણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિરૂધ્ધ એસીબીમાં ફરીયાદ કરાઇ હતી. જેને લઇ એસીબી ઘ્વારા છટકું ગોઠવી પીએસઆઇ અને તેના સાગરિતને લાંચની રકમ સ્વિકારતા રંગેહાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના એક જાગૃત નાગરીકે પોતાના વતનમાં જવા માટે તેમની ઇનોવા કાર મેળવી તેઓના રહેણાંક ફલેટની સામે રોડ પર પાર્ક કરી હતી. પરંતુ તે કાર ચોરાઇ જતા નાગરિકે પુણા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં સુરત નજીક કામરેજ ખાતેથી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ દરમ્યાન પીએસઆઇ રૂત્વિકભાઇ મંગાભાઇ વાળાએ ફરીયાદી પાસે કાર છોડાવવા માટે ર૦,૦૦૦ ની રકમ માંગતા એસીબીને જાણ કરી હતી.

નવસારી એ.સી.બી.ના સુપર વિઝન અધિકારી બી. જે. સરવૈયા, પો.ઇન્સ. તથા સ્ટાફે ર૮ માર્ચના રોજ છટકું ગોઠવી પુણા પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં પીએસઆઇના સાગરીત સંતોષ રામચંદ્ર જયસ્વાલને લાંચની રકમ રૂ.ર૦,૦૦૦ સ્વિકારતા રંગહાથે ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.