સુરતઃ 5 વર્ષની બાળકી સાથેના દુષ્કર્મ હત્યા કેસમાં, આરોપીને આજીવન કેદની સજા ફટકારી
file fhoto

સુરતના બહુચર્ચિત હજીરા દુષ્કર્મ કેસ (surat rape case) મા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સુજીત સાકેતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. હજીરાની બાળા સાથે બનેલી ઘટનાના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણી આરોપીને મૃત્યદંડની સજા કરવા સરકાર પક્ષે માંગ કરી હતી.

ગત એપ્રિલ મહિનામાં આરોપીએ શહેરના હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીને (rape and murder of five year old girl) ચોકલેટ આપનાની લાલચ આપીને અવવારુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરી હતી. મધ્યપ્રદેશનો વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેતને (Sujit Saket) આજે સજા અંગે ચુકાદો થવાનો છે. નોંધનીય છે કે, પોક્સો કેસની (pocso case) ખાસ અદાલતના એડીશનલ સેશન્સ જજ પી. એસ. કાલાએ તમામ ગુનામાં આરોપીને દોષી ઠેરવી ચુકાદો આજ સુધી મુલત્વી રાખ્યો હતો.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


હજીરા વિસ્તારની શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકીને મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત અપહરણ કરી લઇ ગયો હતો. જે બાદ તેની સાથે દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરી હત્યા કરી હતી. હજીરા પોલીસને બાળકીની લાશ મળી હતી. તા.1 મે, 2021ના રોજ આરોપીની પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરાઇ હતી.

મળતી માહિતી પ્રમાણે, સરકારપક્ષે આરોપી સામેની સ્પીડી ટ્રાયલ ચલાવી કેસ કાર્યવાહીની માત્ર પાંચ જ મુદતમાં કુલ 43 પૈકી મહત્વના 29 સાક્ષીની જુબાની લઈને કેસ કાર્યવાહી પૂરી કરી હતી. બંને પક્ષોની દલીલો તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ કોર્ટે આરોપી વિરુદ્ધનો ચુકાદો બે તબક્કે મુલત્વી રાખ્યો હતો. કોર્ટે આરોપીને ઈપીકો-302, 376 (એ)(બી) 363, 366,354તથા પોક્સો એક્ટના ભંગ બદલ દોષી ઠેરવ્યો હતો.