સુરતઃ 22 વર્ષની ઉંમરે દારૂના રવાડે ચડેલ યુવકે, મોટા ભાઈએ ઠપકો આપતાં આપઘાત કરી જીવન ટુકાવ્યું
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક 


સુરતના ભેસ્તાન રેલવે-ટ્રેક પર સચિનના એક યુવાને ટ્રેન સામે પડતું મૂકી મોતને વહાલું કરી લીધું હતું. ભાઈએ દારૂ ન પીવા બાબતે ઠપકો આપતાં મોનુએ આવું પગલું ભર્યું હોવાનું મોટા ભાઈ સોનુએ જણાવ્યું હતું. 10 દિવસથી દારૂ પીવાની કુટેવ સામે આવી હતી. 22 વર્ષની ઉંમરે દિવસ દરમિયાન દારૂ પીવો યોગ્ય નથી, એવું કહી સમજાવ્યો જ હતો ને દુકાન પરથી અચાનક ગાયબ થઈ ગયાની 30 મિનિટમાં જ અંતિમ પગલું ભરી પરિવારને રડતો છોડી ગયો, આ કંઈ દારૂ પીવાની કે આપઘાતની ઉંમર ન હતી, તેની સગાઈની વાત ચાલતી હતી, લગભગ પાક્કું જ હતું. મોનુના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થયેલા પરિવારે જણાવ્યું હતું.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સોનુ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મોનુ મારો નાનો ભાઈ હતો. મિલમાં નોકરી કરતો હતો. 10 દિવસથી જ દારૂ પીતો હોવાનું અને એ પણ દિવસ દરમિયાન એની ખબર પડી હતી. વારંવાર કહ્યું હતું કે શું પ્રોબ્લેમ છે, પણ કશું બોલતો ન હતો. ગુરુવારની બપોરે દારૂ પી દુકાન પર આવ્યો હતો. બસ, એ વાતને લઈ સમજાવ્યો કે દારૂ પી દુકાન પર આવશે તો ગ્રાહક નહિ આવે. મમ્મીએ કહ્યું હતું કે આવું કેમ કરે છે. બસ, એ વાતનું માઠું લગાડી નજર ચૂકતાં જ દુકાન પરથી ચાલી ગયો હતો. અમે શોધખોળ પણ કરી, ફોન કર્યા તો કહેતો હું આવું છું, 30 મિનિટ બાદ ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે મોનુ ટ્રેનની અડફેટે આવ્યો છે.
 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રેલવે-ટ્રેક પરથી ઇજાગ્રસ્ત મોનુને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા તો ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટ્યો હતો. કાનપુરના રહેવાસી છીએ. ત્રણ ભાઈમાં મોનુ બીજા નંબરનો દીકરો હતો. ભાડાની દુકાનમાં કરિયાણા સ્ટોર ચાલુ કર્યો હતો. પત્નીને પ્રસૂતિ થઈને 7 દિવસ જ થયા હતા. નામ કરણ વિધિ પહેલાં જ ભાઈએ આવું પગલું ભરતાં પરિવાર શોકમાં સરી પડ્યો હોવાનું સોનુએ વધુમાં જણાવ્યું હતું.