ગંભીર@સુરતઃ ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા 6ના મોત, 28થી વધુ મજૂરો સારવાર હેઠળ

અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં સચિન GIDCમાં વહેલી સવારે ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત થયા છે. જ્યારે સાત શ્રમિકો વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 28થી વધુ મજૂરો સારવાર હેઠળ છે. કેમિકલ ટેન્કરની પાઈપમાંથી લીક થયું હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. હાલ તમામ અસરગ્રસ્તોની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ કામે લાગી ગયુ હતું. આ અંગે મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની થોડે દૂર એટલે 10એક મીટર દૂર જ આ મજૂરો સૂતા હતા. જે લોકોને આ ઝેરી કેમિકલની અસર થઇ છે.20થી વધુ અસરગ્રસ્તો સારવાર લઇ રહ્યા છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
સુરતના સચિન GIDC વિસ્તારની ઘટના, ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લીકેજ થતા પાંચના મોત ગેસ લીકેજમાં ગૂંગળામણ થતા 20 લોકોને નવી સિવિલમાં ખસેડાયા, પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની પાસે જ શ્રમિકો સૂતા હતા, કેમિકલ ટેન્કરની પાઈપમાંથી લીક થયું હોવાનું સામે આવ્યું. વિશ્વ પ્રેમ મિલના પ્રોડક્શન મેનેજર આ મામલે જણાવ્યું હતું કે, ‘મિલ બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઉભું હતું. જે ખાલી થઇ રહ્યું હતુ. એનો એક પાઇપ બાજુની ડ્રેનેજ લાઈનમાં હતો. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો બેભાન થઈ જમીન પર પડ્યા લાગ્યા અને આખી મિલમાં ગેસના ગૂંગળામણની અસર થઈ ગઈ હતી.’