ગુજરાતઃ ફેસબુકના સંપર્કમાં આવ્યા યુવક-યુવતી, પ્રેમલગ્ન ભારે પડ્યા

અટલ સમાચાર, ડેસ્ક સુરતની એક યુવતીને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા બાદ યુવાને પોતાના ઘરે લઇ જવાની ના કહીને સંબંધ તોડી નાખીને વિશ્વાસઘાત કરનાર યુવતીની ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે પતિની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ડેરી ફળિયામાં રહેતો ડેનિશ જગદીશ પટેલનો એપ્રિલ-2019માં જહાંગીરપુરા
 
ગુજરાતઃ ફેસબુકના સંપર્કમાં આવ્યા યુવક-યુવતી, પ્રેમલગ્ન ભારે પડ્યા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતની એક યુવતીને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા બાદ યુવાને પોતાના ઘરે લઇ જવાની ના કહીને સંબંધ તોડી નાખીને વિશ્વાસઘાત કરનાર યુવતીની ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે પતિની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ડેરી ફળિયામાં રહેતો ડેનિશ જગદીશ પટેલનો એપ્રિલ-2019માં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે સાથે ફેસબુક પર સંપર્ક થયો હતો. જોકે આ સંપર્ક થોડા દિવસમાં આગળ વધીને બંને જણા મળવા લાગ્યા હતા. બંનેના વોટ્સએપ અને ફોન પર વાતચીત અને સંપર્કો વધતાં તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને સાથે હરતા-ફરતા થયા બાદ લગ્ન કરી લેવા નક્કી કર્યું હતું.

યુવતી એ જેતે સમયે યુવકને પોતાના પ્રેમ અને લગન બાબતે પરિવારને કહીને લગ્નની વાત કરી હતી. ત્યારે યુવકે પહેલા લગન થઈ પછી પરિવારને જાણકારી આપવાની વાત કરી હતી. જોકે યુવકના પ્રેમમાં અધઃ થયેલી યુવતી એ 3જી-ઓક્ટોબર-2019ના રોજ એ.કે.રોડ, સોમનાથ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન બાદ બંને જણા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. જોકે થોડા દિવસ બાદ યુવક યુવતીને પોતાના ઘરે લઇ જઈને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જોકે થોડા દિવસ બાદ યુવકે યુવતી સાથેના સંબંધ ઓછા કરવાની વાત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જોકે યુવક યુવતીનો પહેલા ફોન નહિ ઉપાડતો હતો અને પછી તેને બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો. અને આખરે આ મામલે યુવતીએ યુવકનો સંપર્ક કરી પોતાના ઘરે લઇ જવાનું કહેતા તેને યુવતી સાથેના તમામ સંબંધ કાપી નાખ્યા હતા. જેને લઈને યુવતીને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતા આખરે તેણીએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી પતિ ડેનિશની ધરપકડ કરી છે.