બનાવ@સુરત: કોફી શોપમાં વિદ્યાર્થિનીનું મોત, વિધર્મી યુવકે ઝેર આપી મારી નાંખ્યાનો પરિવારનો આક્ષેપ
file photo
જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનિને મૃત જાહેર કરવામાં આવી હતી. તેની સાથેનો યુવક સારવાર દરમિયાન જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના શહેરના વેસુના એક કોફી શોપમાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનિને મૃત જાહેર કરવામાં આવી હતી. તેની સાથેનો યુવક સારવાર દરમિયાન જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


મૃતક યુવતીના પરિવારે વિધર્મી યુવક પર આક્ષેપ કર્યો છે કે, વિધર્મી યુવકે યુવતીને ઝેર આપીને મારી નાંખી છે. પરિવારે કહ્યું છે કે, જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે અમારી દીકરીની અંતિમ વિધિ કરીશું નહિ. દીકરીના પિતા મુંબઈથી સુરત આવશે ત્યારબાદ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

https://www.facebook.com/569491246812298/


આ અંગે સિવિલના ડોક્ટરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના સોમવારની મોડી સાંજની છે. 108 એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતીને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જે બાદ તેની સાથે આવેલો વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતી ડીંડોલીની રહેવાસી છે અને બીએડની વિદ્યાર્થિની હતી.