ઘટના@સુરત: વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા થતાં લોકોમાં નાસભાગ, વીડિયો વાયરલ
ઘટના@સુરત: વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા થતાં લોકોમાં નાસભાગ, વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચોમાસા દરમ્યાન વીજળીના તાર તૂટવાના, ટ્રાન્સફોર્મર બળી જવાના કે શોર્ટ-સર્કિટના અનેક બનાવો સામે આવતા રહે છે. સુરતના કીમ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થયા હતા. જેના પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વીજળીના ચમકારા અને ધડાકાનો અવાજ સાંભળી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના કીમ વિસ્તારમાં એક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થયા હતા. એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જાણે દિવાળીએ કોઈએ દારૂખાનું સળગાવ્યું હોય. ટ્રાન્સફોર્મરમાં સતત ધડાકા થતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકોના કહેવા પ્રમાણે 10 મિનિટ સુધી આ રીતે જ ધડાકા થયા હતા. આ ઘટના ગત મોડી રાત્રે બની હતી. ટ્રાન્સફોર્મરમાં ધડાકા અને વીજ કર્મચારીઓના અભાવે ગામના અમુક વિસ્તારોમાં લોકોએ વીજળી વગર રહેવું પડ્યું હતું. છેલ્લા બે દિવસથી આ પ્રકારની સમસ્યા થઈ હોવાનું લોકોનું કહેવું છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો