ઘટના@સુરતઃ કારખાનાનું ભાડું ચડતાં વેપારીએ ઝેરી દવા પી આપઘાત કર્યો
ઘટના@સુરતઃ કારખાનાનું ભાડું ચડતાં વેપારીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના વેપારીને ધંધો બરાબર ચાલતો ન હોવાની સાથે વેપાર માટે લીધેલ કારખાનાનું ભાડું ચડતું હોવાના કારણે આર્થિક તણાવ અનુભવતા કતારગામના એક વેપારી આપઘાત કરી લેતા ખળભળાચટ મચી ગયો છે. પોતાના કાપડના યુનિટમાં બે દિવસ પહેલા કારખાનેદારે ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બે દિવસની ટૂંકી સારવાર બાદ આડે વેપારીનું કરુણ મોત થયું. છે જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આમ કોરોનાના કારણે વધુ એક વેપારીએ આપઘાત કરી લીધો છે. શહેરમાં અગાઉ પણ કોરાનાની મંદીના કારમે જિંદગી ટૂકાવી આપઘાત કરી લેનારા વ્યવસાયી, વેપારીઓના કિસ્સા નોંધાઈ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મૂળ જૂનાગઢના વતની અને સુરતના અમરોલીના છાપરા ભાઠા ખાતે સ્ટાર ગેલેક્સીમાં રહેતા 53 વર્ષીય રમેશચંન્દ્ર નાનજીભાઇ જાદવે કતારગામ વિસ્તારમાં હરેકૃષ્ણ સોસાયટીમાં સાડી બનાવતા માટે કારખાનું ભાડે લીધું હતું. જોકે કોરોના મહામારી આવતા પહેલા લોકડાઉન અને ત્યાર બાદ વેપાર બરાબર ન ચાલતો હોવાને કારણે સતત ભાડું ચ઼ડી રહ્યું હોવાને લઈને ભાડાનું દેવું થઇ ગયું હતું. બીજી બાજુ પરિવારનો આર્થિક ભાર પણ વધી રહ્યો હતો. જેને લઈને રમેશ ભાઈ છેલ્લા 15 દિવસ થી સતત માનસિક તાણ અનુભવતા હતા. જોકે રમેશ ભાઈને છેલ્લે કોઈ રસ્તો નહિ દેખાતા બે દિવસ પહેલાં કતારગામ વિસ્તારમાં આવેલ પોતાના કાપડ યુનિટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સાથે કાપડ યુનિટના પાડોસીને મળતા રમેશ ભાઈને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની ટૂંકી સારવાર બાદ રમેશ ભાઈનું મોત થયું હતું. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે જોકે રમેશ ભાઈના આ પગલાંને લઈએ પરિવરમાં પત્ની અને એક પુત્ર અને પુત્રી હાલ શોકમાં ગરકાઉ થયા છે.