ઘટના@સુરત: 10 વર્ષની ભાડુઆત બાળા સાથે મકાન માલિકે દુષ્કર્મ આચર્યું, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતમાં એક મકાન માલિકે ભાડે રહેતા ભાડુઆતની નાનકડી બાળા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. દુષ્કર્મની ઘટના ની જાણ પરિવારને છેક બે વર્ષ બાદ થતાં પરિવારે મકાન માલિક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મકાનમાલિકે બાળકીને વિડીયો બતાવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું
 
ઘટના@સુરત: 10 વર્ષની ભાડુઆત બાળા સાથે મકાન માલિકે દુષ્કર્મ આચર્યું, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં એક મકાન માલિકે ભાડે રહેતા ભાડુઆતની નાનકડી બાળા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. દુષ્કર્મની ઘટના ની જાણ પરિવારને છેક બે વર્ષ બાદ થતાં પરિવારે મકાન માલિક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મકાનમાલિકે બાળકીને વિડીયો બતાવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના એક વિસ્તારમાં વિકૃત મકાન માલિકે ભાડૂઆતની 10 વર્ષની બાળકીને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા હવે પોલીસ મકાન માલીકને ઝડપી લીધો છે. કાપોદ્રા વિસ્તારનાં લક્ષમી નગરમાં એક પરિવારની 10 વર્ષીય બાળકી બોલી કે, માસાએ મારી સાથે ગંદુ કામ કર્યું એટલે તું મને વ્હાલ નથી કરતી. બાળકીની આ વાત સાંભળીને માતા હચમચી ઉઠી હતી. તેણે બેસાડીને ધરપતથી પુછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બાળકી મકાન માલિકને માસા કહેતી હતી. બાળકીએ જણાવ્યું કે, માસાએ બે વર્ષ પહેલા નવરાત્રિના સમયે પોતાના મોબાઇલમાંથી અશ્લીલ વીડિયો બતાવી તેની સાથે આ વીડિયોમાં થાય છે તેવું કરવા માટે જણાવ્યું હતું. જો કે મકાન માલિક લાભુભાઇ ઉસદડિયાએ કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેના કારણે બાળકી ગભરાઇ ગઇ હતી. જો કે અનાયાસે જ તેના મોમાંથી આ શબ્દો સરી પડ્યાં અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.