સુરતઃ 4 વર્ષની માસૂમ બાળકીને 30 વર્ષના નરાધમે રૂમમાં ગોંધી રાખી હવસનો શિકાર બનાવી

બાળકીને ચૂંથાયેલી હાલતમાં જોઈ કંઈક અજૂગતું થયું હોવાની આશંકાને લઈ માતાએ બૂમાબૂમ કરી દીધી હતી.
 
 file photo

અટલ સમાચાર, ડેસ્ક


નવા વર્ષના રોજ સુરતમાં એક ચાર વર્ષની માસૂમ બાળકી અને પત્ની ઘરમાં એકલા હતાં. ત્યારે અચાનક બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જોકે કલાકો સુધી શોધખોળ કરતા બાળકીનો અત્તો પતો ન મળ્યો નહોતો. પરંતુ તેમના ફ્લેટમાં રહેતા એક વ્યક્તિના ઘરમાં મહેમાન તરીકે આવેલા અકબર ઉસ્માન રાય (ઉં.વ.30 ૨હે, વડોદરા, મૂળ તકિયા મહોલ્લો મળીબાર ભભૂવા બિહાર) ઘરમાં ખેંચી ગયો હોવાનું જણાવતાં માતા તાત્કાલિક તેના ઘરે દોડી ગઈ હતી. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


માતાએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ ખોલ્યો નહોતો. આખરે મહિલાઓએ દરવાજો તોડતા અંદર જ અકબર ઉસ્માન રાયે દરવાજો ખોલ્યો હતો. જોકે ત્યાં સુધીમાં નરાધમ અકબર ઉસ્માન રાયે બાળકીને રૂમમાં ગોંધીને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. બાળકીને ચૂંથાયેલી હાલતમાં જોઈ કંઈક અજૂગતું થયું હોવાની આશંકાને લઈ માતાએ બૂમાબૂમ કરી દીધી હતી.

આ ઘટનામાં ચાર વર્ષની બાળકીને નવા વર્ષે પીંખનાર આરોપીનું નામ અકબર ઉસ્માન રાય છે. આ નરાધમ વડોદરામાં પાનના ગલ્લામાં નોકરી કરે છે. જે ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરત આવી ઉધનામાં રોકાયો હતો. આ શખસ નવા વર્ષે કોસાડ આવાસમાં રહેતા તેના મિત્ર હેમંતને મળવા માટે આવ્યો હતો. જોકે ઘટના સમયે હેમંત બિલ્ડિંગમાં અન્ય ઘરમાં જન્મદિવસની રાખેલી પાર્ટીમાં ગયો હોવાથી અકબર ઉસ્માન રાય તેના ઘરમાં એકલો હતો અને આ અવસરનો ફાયદો ઉઠાવીને તેણે માસૂમ બાળકીને રૂમમાં ખેંચી દુષ્કર્મ આચર્યું હતું.