ખુલાસો@સુરતઃ કોફી શોપના કપલ બોક્સમાં સગીરા પર દુષ્કર્મમાં 6 ઇસમોની ધરપકડ કરાઇ

અન્ય સહકર્મીઓ પણ કોફીશોપમાં બંનેની સાથે ગયા હતા. ત્યારે હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


સુરતમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી હડકંપ મચ્યો છે. સુરતમાં કોફી શોપના કપલ બોક્સમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ કરનાર આરોપી લિંબાયતની પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરે છે. સલાબતપુરા પોલીસે યુવકની ધરપકડ કરી છે. ભોગ બનનાર અને આરોપી સાથે કામ કરતા હતા. તો અન્ય સહકર્મીઓ પણ કોફીશોપમાં બંનેની સાથે ગયા હતા. ત્યારે હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સુરત શહેરના લિંબાયતમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં કામ કરી રહેલા એક યુવકે સહ કર્મચારી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. હેવાન યુવક બપોરના સમયે બ્રેકમાં સગીરાને કપલ બોક્સમાં લઈ ગયો હતો. લીંબાયત વિસ્તારમાં આવેલ વેલેન્ટાઈન કોફી શોપના કપલ બોક્સમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ઘેનયુક્ત કોફી પીવડાવી કપલ બોક્સમાં દુષ્કર્મ આચર્યું હતું. જોકે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.


સુત્રોએ જણાવ્યું હતુકે, વધુ 2 આરોપીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. મયુર નામના રિક્ષાચાલકે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હતો. વીડિયો અન્ય મિત્રને આપતા બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હતું. મયુરે તેના મિત્ર લાલા નામના શખ્સને વીડિયો આપ્યો હતો. પોલીસે રિક્ષાચાલક મયુર અને લાલાની ધરપકડ કરી છે. પોલીસે દુષ્કર્મ કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી છે.