લોકડાઉનઃ પોલીસે વતન જતા લોકોને અટકાયા તો પથ્થરમારો કર્યો
અટલ સમાચાર, ડેસ્ક કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરતથી વતન તરફ જતા લોકોને પોલીસે રોકતા હિજરત કરનારાઓનો આક્રોશ જોવા મળ્યો હતો.અને તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતના પાંડેસરાના વડોદ પાસે 30થી 40 જેટલા લોકો વતન તરફ જઈ રહ્યા હતા. તે સમયે પીસીઆર વાનમાં ફરજ
Mar 30, 2020, 10:23 IST

અટલ સમાચાર, ડેસ્ક
કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરતથી વતન તરફ જતા લોકોને પોલીસે રોકતા હિજરત કરનારાઓનો આક્રોશ જોવા મળ્યો હતો.અને તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરતના પાંડેસરાના વડોદ પાસે 30થી 40 જેટલા લોકો વતન તરફ જઈ રહ્યા હતા. તે સમયે પીસીઆર વાનમાં ફરજ પર રહેલા પોલીસકર્મીઓએ તેમને વતન જતા અટકાવ્યા હતા.અને સામાન્ય બળપ્રયોગ કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો. જે સમયે મામલો બીચક્યો હતો. અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.જેથી પોલીસનો મોટા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે.