સુરતઃ અકસ્માતમાં યુવક બન્યો બ્રેનડેડ, અંગદાન કરી 8 લોકોને જીવતદાન આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક સુરતના હીરા ઉધોગમાં આવેલા રામકૃષ્ણ એક્ષપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પીયુષભાઇનું મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબો એ બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારે યુવાન નાઅંગોમાં હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ
 
સુરતઃ અકસ્માતમાં યુવક બન્યો બ્રેનડેડ, અંગદાન કરી 8 લોકોને જીવતદાન આપ્યું

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના હીરા ઉધોગમાં આવેલા રામકૃષ્ણ એક્ષપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પીયુષભાઇનું મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબો એ બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારે યુવાન નાઅંગોમાં હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી છે.

સુરતના રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ પરિવારનું ગુજરાન ચાલતો પીયુષ નારણભાઈ માંગુકિયા થોડા દિવસ પહેલા પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પીયુષને બ્રેનડેડ જાહેર કર્યો હતો. સુરત આવી હૃદયનું દાન અમદાવાદની સીમ્સ હોસ્પીટલ અને , ફેફસાનું દાન મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના તબીબ કિડની, લિવર અને પેન્ક્રીયાસનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના તબીબની ટિમ સ્વીકારવાની તૈયારી બતાવવી હતી . ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંક દ્વારા સ્વિકારાયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૧ કિડની, ૧૫૧ લીવર, ૮ પેન્ક્રીઆસ, ૨૯ હૃદય, ૮ ફેફસાં અને ૨૭૪ ચક્ષુઓ કુલ ૮૪૧ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૭૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. કોવિડ૧૯ ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન ૩ હૃદય, ૪ ફેફસા, ૧૨ કિડની, ૬ લિવર, ૧ પેન્ક્રીયાસ અને ૧૦ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.