સુરત: વ્યાજખોરોના ત્રાસથી હીરાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં કાપોદ્રામાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરોના આતંકથી કંટાળીને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ મામલે કાપોદ્ર પોલીસે ગુનો નોંધી અને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતના કાપોદ્રાના યુવક જીતેન્દ્રએ
 
સુરત: વ્યાજખોરોના ત્રાસથી હીરાના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કાપોદ્રામાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરોના આતંકથી કંટાળીને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ મામલે કાપોદ્ર પોલીસે ગુનો નોંધી અને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના કાપોદ્રાના યુવક જીતેન્દ્રએ વ્યાજે પૈસા લીધા હતા. હીરાના વ્યવસાય સાથે જોડાયેલા જીતેન્દ્ર પાસેથી વ્યાજખોરોએ મકાન લખાવી લીધું હતું. લેણદારોએ મકાન લખાવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા હતા. જીતેન્દ્ર કાતરોડિયા નામના યુવાને અંતિમ પગલું ભર્યુ છે. હીરા ઉદ્યોગમાં એક તરફ મંદીનો માર છે ત્યારે વ્યવસાયમાં નાણાની સંકડાશ પડતા વ્યવસાયીઓ આ પ્રકારે ઉંચા દરે વ્યાજે પૈસા લેવા મજબૂર બનતા હોય છે. બીજી બાજુ ખાનગી નાણા ધીરનારાઓનો આતંક એટલો વધી ગયો છે કે મિલકત લખાવી લીધા બાદ પણ મૂડી માટે દબાણ કરવામાં આવે છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, આ ઘટનામાં કાતરોડિયાએ અંતિમ ચિઠ્ઠી લખીને સુસાઇડ કરી લીધો હતો. વ્યાજોખોરોની સામે જંગ હારી ગયેલા આશાસ્પદ વ્યવસાયીએ ઝેરી દવા ગટગટાવી હતી. આ મામલે કાપોદ્ર પોલીસે ગુનો નોંધી અને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે એક પ્રશ્ન એ ઉદ્ભવે કે હીરા ઉદ્યોગની મંદીના કારણે સીધી અને આડકતરી રીતે આશસ્પદ યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે.