સુરત: 8 વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચર્યું
સુરત: 8 વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી સાંજે 19 વર્ષીય યુવાને ઘર નજીક રહેતી આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપીને મકાનની છત ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા નરાધમે તેણીને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં આરોપી ફરાર થઈ ગયો હતો. બાળકીએ આ અંગે પોતાની માતાને વાત કરતા મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. પરિવારે યુવક વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમને ઝડપી પડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મૂળ બિહારના વતની અને સુરતમાં લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પરિવાર સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના માન સરોવર સોસાયટી પાસે રહે છે. મોડી સાંજે તેની દીકરી ઘર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં જ રહેતો અને ફેબ્રિકેશનની દુકાનમાં નોકરી કરતો રાજસ્થાની યુવાન વિક્રમ રાજપૂત બાળકીને આઇસક્રિમ ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો.

સુત્રોએ જણવ્યુ હતુ કે, બળાત્કારની ઘટના બાદ આઘાતમાં આવી ગયેલી બાળકી ઘરે પહોંચી હતી અને માતાને સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. જે બાદમાં રાત્રે બાળકીના પિતા નોકરી પરથી પરત આવ્યા ત્યારે માતાએ આ અંગે પતિને જાણ કરી હતી. જે બાદ પરિવારે મોડી રાત્રે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. ફરિયાદ બાદ પોલીસે મોડી રાત્રે જ યુવકની ધરપકડ કરી લીધી હતી.