સુરત: નવી સિવિલના CMO શંકાસ્પદ મહિલા સાથે ઝડપાયા, હોસ્ટેલમાં મચ્યો ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને રહેવા ઇચ્છાનાથ ખાતે SVNIT કોલેજની હોસ્ટેલમાં રહેવા માટે રૃમ આપવામાં આવ્યા હતા. ત્યારે કોલેજની આ હોસ્ટેલમાં સિવિલના કેજ્યુલીટી મેડિકલ ઓફિસર (સી એમ ઓ) બે-ત્રણ દિવસ પહેલા એક મહિલાને લઈને તેના મિત્રની રૂમ પર ગયો હતો. સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સિટીના પીપલોદ રોડ
 
સુરત: નવી સિવિલના CMO શંકાસ્પદ મહિલા સાથે ઝડપાયા, હોસ્ટેલમાં મચ્યો ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને રહેવા ઇચ્છાનાથ ખાતે SVNIT કોલેજની હોસ્ટેલમાં રહેવા માટે રૃમ આપવામાં આવ્યા હતા. ત્યારે કોલેજની આ હોસ્ટેલમાં સિવિલના કેજ્યુલીટી મેડિકલ ઓફિસર (સી એમ ઓ) બે-ત્રણ દિવસ પહેલા એક મહિલાને લઈને તેના મિત્રની રૂમ પર ગયો હતો. સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સિટીના પીપલોદ રોડ પર એસવીએનઆઈટી કોલેજની હોસ્ટેલનાં એક રૃમમાં સિવિલ હોસ્પિટલના એક CMO શંકાસ્પદ મહિલા સાથે મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે આ મામલે સિવિલ તંત્ર દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યુવતીને સારવાર માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવી. હોસ્ટેલમાં દેખરેખ સહિતની જવાબદારી સિવિલના સિનિયર ડોક્ટરોને આપવામાં આવી હોય સિનિયર ડોક્ટર તે સમયે SVNIT હોસ્ટેલમાં અચાનક રાઉન્ડ પર આવતા સિવિલના સી.એમ.ઓ ની પોલ ખૂલી ગઈ હતી. ડોક્ટરના રૂમમાંથી મહિલા મળી આવી હતી. મહિલાને જોઈને સિનિયર ડોક્ટર ચોંકી ઉઠ્યા હતા.

ઘટનાને પગલે ભારે હોબાળો થયો હતો. જો કે નોંધનીય છે કે શંકાસ્પદ મહિલા સાથે પકડાયા બાદ તે ડોકટર બચવા માટે ધમપછાડા કરી રહ્યો છે અને જોર લગાડી રહ્યો હોવાનું સિવિલમાં ચર્ચાઇ રહ્યુ છે. નવી સિવિલ હોસ્પિટલના અધિકારીએ કહ્યું હતું કે અમારા સુધી ફરિયાદ આવતા કાર્યવાહી ચાલી રહી છે. જોકે ઓફિસ ઓન સ્પેશિયલ ડયુટી કરનાર ડોક્ટર સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.