બનાવ@સુરતઃ બસમાંથી થુંકવા જતાં નીચે પટકાતા યુવકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ
file photo
. અંબેટા ગામ લગ્નમાં ગયો હતો ત્યાંથી પરત આવતી વખતે બસમાંથી થુંકવા જતા નીચે પડી ગયો હતો. 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો

અટલ સમાચાર, ડેસ્ક

બસમાંથી થુંકવા જતા નીચે પટકાયેલા યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંબેટા ગામ લગ્નમાં ગયો હતો ત્યાંથી પરત આવતી વખતે બસમાંથી થુંકવા જતા નીચે પડી ગયો હતો. 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વ્યક્તિ છૂટક કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


આ અકસ્માતમાં મોતને ભેટેલ યુવકનું નામ ભુપેન્દ્ર કરશન સુરતી છે. ચાલુ બસે ગુટખા થૂંકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા. ગંભીર ઇજા થતાં તેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ભુપેન્દ્ર સુરતી ડાયવોર્સી હતો. તેને એક 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો.