ક્રાઇમઃ સુરતમાં ખેલાયો ખૂની ખેલ, રીક્ષામાંથી યુવકની લાશ મળી આવતાં ચકચાર
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


સુરતના રાંદેર રોડ જૈનબ હોસ્પિટલ પાસે ખૂની ખેલ ખેલાયો હતો. સલીમ ચાવાળા નામક યુવાનની રીક્ષામાંથી લાશ મળી આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત એસીપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મરનાર યુવાન કાદરશાની નાળ નવો રોડ વિસ્તારના રહેવાસી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. તેમના આંક્રદથી શોકનો માહોલ છવાઇ ગયો હતો. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


બીજી ઘટનામાં હળવદના ચરાડવા ગામે સળગાવી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હળવદ પોલીસે મૃતદેહ મળવા અંગે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા ઇસમે મૃતક કેશવજીભાઇ પસાયા (ઉ.૩૬) પેટ્રોલપંપ પાછળ વાળાને તિક્ષ્ણ હથિયાર વડે મારી મારી હત્યા કરી સળગાવી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પીએસઆઈ રાજેન્દ્રદાન ટાપરિયાએ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો હતો. 

આજે શનિવારે હળવદના ચરાડવા નજીક પાસે સમલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશને સળગાવી કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, યુવકની હત્યા કોણે અને કેમ કરી તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.