વાયરલ@સુરત: પતિને મળવા આવેલી પ્રેમિકાને પત્નિએ માર માર્યો, માથાના વાળ કાપ્યાં, પતિ ફરાર
વાયરલ@સુરત: પતિને મળવા આવેલી પ્રેમિકાને પત્નિએ માર માર્યો, માથાના વાળ કાપ્યાં, પતિ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં પતિ પત્ની સંબંધ વચ્ચે અન્ય એક યુવતીની એન્ટ્રી થઈ જતા આવેશમાં આવેલી પત્નીએ યુવતીને સબક શીખવ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા યુવતીને માર મારી રહી છે અને જાહેરમાં યુવતીને સબક શીખવી રહી છે. આ વીડિયો સુરતના પલસાણાના વિસ્તારમાં આવેલા તાતીથૈયા ગામનો હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં પતિનાની કરતૂતનો પર્દાફાશ થતા પત્ની રણચંડી બની હતી. પત્નીને પતિ પર શંકા જતા તેનો પીછો કર્યો હતો અને ગામમાં આવેલા સોની પાર્કમાં પતિને મળવા આવેલી યુવતીને પત્નીએ સબક શીખવ્યો હતો.

વાયરલ@સુરત: પતિને મળવા આવેલી પ્રેમિકાને પત્નિએ માર માર્યો, માથાના વાળ કાપ્યાં, પતિ ફરાર
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

વીડિયોમાં જોઈ શકાય છે કે, પત્નીએ રૌદ્ર સ્વરૂપ ધારણ યુવતી સાથે મારા મારી કરી રહી છે એટલું જ નહીં પત્નીએ તેના વાળ પણ કાપી નાખ્યા જ્યારે રંગે હાથ ઝડપાયેલો પતિ ફરાર થઈ ગયો હતો. પત્નીએ યુવતીને એવો તે સબક શીખવ્યો જેને લઈ રણચંડી બનેલી પત્નીને જોવા સૌ એકઠા થઈ ગયા હતા. પત્નીએ યુવતીને જાહેરમાં ઘસડીને માથાના વાળ કાપ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો