વડોદરાઃ રોડ પર પડેલી લક્ઝરી બસમાં 3 મિત્ર સગીરાને ખેંચી ગયા, પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું

જ્યારે તેના બે મિત્રોએ વોચ ગોઠવી હતી. આ બનાવ બાદ આદિવાસી પરિવાર પીડિતાને લઇ વતન જતા રહ્યા હતા. તે સાથે દુષ્કર્મ આચરનાર નરેશ અને તેના બે મિત્રો પણ વતન ચાલ્યા ગયા હતા.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


વડોદરાના ન્યુ VIP રોડ ઉપર રેવડીયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ઝૂંપડા બાંધીને દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડરના ગામના આદિવાસીઓ રહે છે અને છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. એક સપ્તાહ પહેલાં આદિવાસી પરિવારની સગીરા લોટ લેવા માટે નીકળી હતી. તે સમયે તેની પાછળ તેની બાજુમાં જ રહેતો તેની જ જ્ઞાતીનો નરેશ અને તેની જ જ્ઞાતિના પરિવારના બે યુવાનો સગીરાનો પીછો કરતા પાછળ ગયા હતા.


લોટ લેવા માટે નીકળેલી સગીરા ન્યુ VIP રોડ ઉપર પાર્ક કરેલી એક બસની પાછળ લઘુશંકાએ જતાં નરેશ અને તેના જ સમાજના બે મિત્રો બસ પાસે પહોંચી ગયા હતા અને લઘુશંકા કરવા ગયેલી સગીરાને બસમાં ખેંચી ગયા હતા. જેમાં નરેશે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે તેના બે મિત્રોએ વોચ ગોઠવી હતી. આ બનાવ બાદ આદિવાસી પરિવાર પીડિતાને લઇ વતન જતા રહ્યા હતા. તે સાથે દુષ્કર્મ આચરનાર નરેશ અને તેના બે મિત્રો પણ વતન ચાલ્યા ગયા હતા. જ્યાં પંચમાં કોઇ નિવેડો ન આવતા પીડિતાના પિતાએ મોડી રાત્રે હરણી પોલીસ મથકમાં સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

 
ACP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, શહેરમાં મજૂરી કામ કરતા દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડરના ગામના આદિવાસી પરિવારના એક યુવાને તેના બે મિત્રોની મદદ લઇ તેની જ જ્ઞાતિની સગીરાને ન્યુ VIP રોડ ઉપર પાર્ક કરાતી લક્ઝરી બસો પૈકી એક બસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઇ છે. 10 દિવસ પહેલાં બનેલા આ બનાવ અંગેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાંમાં પીડિતાના પિતાએ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી કરી દીધી હતી. પરંતુ, આરોપીઓ મળી આવ્યા ન હતા.

દરમિયાન પોલીસને આરોપીઓ તેમના વતન ભાગી ગયા હોવાની પોલીસને માહિતી મળતા એક ટીમ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રવાના કરવામાં આવી છે. સાંજ સુધીમાં આરોપીઓ પકડાઇ જાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. સગીરા અને યુવક બંને પરિચિત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દુષ્કર્મ આચરનાર યુવાનના બે મિત્રોએ વોચ ગોઠવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ACP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓ પકડાયા બાદ આ બનાવ અંગેની ચોક્કસ વિગતો બહાર આવશે. પોલીસ દ્વારા આ બનાવ અંગેના પુરાવા એકત્ર કરવા માટેની પણ કાર્યવાહી ચાલુ છે. જે લકઝરી બસમાં દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો છે. તે બસની પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ આ બનાવ સંદર્ભમાં અલગ-અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.