દુર્ઘટના@વડોદરાઃ ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના 3 સભ્યોના મોત
vdodra

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છાસ સવારે અકસ્મમાતના બનાવો સામે આવતા રહે છે. અસખ્ય લોકો કચડાઇને મોતને ભેટતા રહે છે. તેવામાં વડોદરા નજીક નેશનલ હાઇવે પર જામ્બુવા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી અમદાવાદ જતા રસ્તા પર બ્રિજ પર ઇકો કાર, બાઈક, ટ્રક અને અન્ય વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માતમાં બાઇક પર સવાર પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. પતિ, પત્ની અને નાના બાળકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

અકસ્માતમાં મોતને ભેટનાર પરિવાર ભરૂચનો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો. બ્રિજ પર અવાર નવાર અકસ્માતમાં લોકોના મોત થાય છે. મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં શોભનાબેન પ્રજાપતિ, પતિ રાજેન્દ્રભાઈ પ્રજાપતિ અને તેમના દીકરાનું મોત થયું છે.