વડોદરાઃ 20 વર્ષના યુવાને વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું, અંતે કરૂણ મોત
 ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના માણેજા વિસ્તારમાં આવેલા જાંબુઆ બ્રિજ પરથી સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ મોતની 20 વર્ષના યુવાને મોતની છલાંગ લગાવી હતી. આ યુવાનનો મૃતદેહ મંગળવારે ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. વિશ્વામિત્રીમાં નદીમાં મગરને પગલે રાત્રે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા 20 વર્ષીય રવિ દેવીપૂજકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા રાત્રે તપાસ હાથ ધરાઈ હતી.

 માણેજા વિસ્તારમાં આવેલા જાંબુઆ બ્રિજ પરથી સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ મોતની 20 વર્ષના યુવાને   મોતની છલાંગ લગાવી હતી. આ યુવાનનો મૃતદેહ મંગળવારે ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. વિશ્વામિત્રીમાં નદીમાં મગરને પગલે રાત્રે કામગીરી મુશ્કેલ બની હતી. જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા 20 વર્ષીય રવિ દેવીપૂજકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતાં ટીમ દ્વારા રાત્રે તપાસ હાથ ધરાઈ હતી.
 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ તેમની છેલ્લી મુલાકાત હતી. રવિએ આ અંતિમ પગલું કેમ ભર્યું તે હજી જાણવા મળ્યું નથી. યુવાનના આ પગલાને કારણે પરિવાર પમ આઘાતમાં છે. યુવાને મોતની છલાંગ લગાવી તે બાદ તેને જોતજોતામાં મગરો ખેંચી ગયા હતા તેવું પણ જાણવા મળ્યું છે.