વડોદરાઃ જૂથ અથડામણના બનાવો વધ્યા, મોડી રાત્રે બે બાઇક અથડાતા લોકોએ પથ્થરમારો અને તોડફોડ કરી
Vadodara-stone

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના રાવપુરા ટાવર પાસે મોડીરાતે અકસ્માત બાદ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. મોડી રાતે 11.30 કલાકની આસપાસ બે બાઇક અથડાઇ હતી જે બાદ તેમની વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. જોતજોતામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. પથ્થરમારાને કારણે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી લોકોના ટોળેટોળા જામી ગયા હતા. સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ રોષ જોવા મળ્યો હતો. ટોળાએ કોઠી પોળની સાંઈ બાબાની મૂર્તિને તોડી નાંખી હતી. આ સાથે 10થી વધુ વાહનો અને લારીઓની તોડફોડ કરી હતી. જોકે, આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, પથ્થરમારો કરનાર અમારા વિસ્તારના ન હતા કોઇ અજાણ્યા માણસો જ હતા.

આ અંગે પોલીસ કમિશનર, ડો.શમશેરસિંઘના જણાવ્યા પ્રમાણે, બે ગ્રુપ વચ્ચે માથાકૂટ થઇ અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ત્રણ માણસોને સામાન્ચ ઇજા પહોંચી છે. દરેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગ ચાલુ છે આ સાથે પોલીસનો બંદોબસ્ત પણ લાદવામાં આવ્યો છે. શહેરમાં કોઇપણ જાતની તંગદિલી નથી. શહેરમાં શાંતિ છે. અમારી નાગરિકોને અપીલ છે કે, કોઇપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. કોઇપણ માહિતી વેરિફાઇ કરવી હોય તો 100 નંબર પર ફોન કરીને વિગતો જાણી શકો છો.

શહેરના રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે 2 બાઇક અથડાયા બાદ બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં તલવાર સાથે ટોળા રોડ પર ધસી આવ્યા હતા. મોડી રાતે 300 લેકોનું ટોળું રોડ પર આવી ગયુ હતુ. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. અસામાજીક તત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પથ્થરમારા અને તંગદિલીની જાણ થતાં જ પોલીસ કાફલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.પથ્થરમારામાં 3 જણને સામાન્ય ઇજા થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો હતો. અસામાજીક તત્વોએ કોઠી પોળની સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરી પથ્થરમારો કર્યો હતો. વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરવામાં આવી હતી.અચાનક આટલી મોટી સંખ્યામાં લોતો આવી જતા પૂર્વ આયોજિત કાવતરાની પણ શંકા સેવાઇ રહી છે. સ્થાનિકોમાં પથ્થરમારા અને તોડફોડને કારણે ભારોભાર રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પથ્થરમારો કરનારા લોકો અમારા વિસ્તારના નથી. તેમને અમે ઓળખતા નથી.