વડોદરાઃ 62 વર્ષના હવસખોરે મંદ બુદ્ધિ યુવતી ઉપર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો

હાલમાં યુવતીને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
 
women

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં સમાજના કલંકરૂપ ઘટના સામે આવી છે. એક વૃદ્ધે હેવાન બની કાળુ કામ કર્યું છે.  ૬૨ વર્ષના હવસખોરે મંદ બુદ્ધિ યુવતી દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર યુવતી મંદબુદ્ધિ અને પરિણીત હતી પરંતુ છુટાછેડા બાજ પિયરમાં રહેતી હતી. 

સેજાકુવા ગામના મથુર નામના આધેડે મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. એટલું નહીં યુવતીને ઢોર માર મારી નાક પર ફેક્ચર કરી શરીરે ઇજાઓ પણ પહોંચાડી હતી. યુવતી મદદ માટે બુમો મારતી રહી અને આધેડ યુવતીને માર મારતો રહ્યો. હાલમાં યુવતીને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
 
બીજા બનાવમાં રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને ઘણા લોકો આપઘાત કરી ચૂક્યા છે. જો કે, હજી પણ રાજ્યમાં વ્યાજખોરોનો આતંક અટક્યો નથી. હવે અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોરોનાકાળમાં મિનરલ વોટર પ્લાન્ટનો ધંધો ઠપ્પ થતા યુવકે વ્યાજે રુપિયા લીધા હતા. જો કે યુવકે 10 લાખ રુપિયા આપી દીધા હોવા છતા 8 લાખ વધુ માંગતા યુવકે આપધાત કરી લીધો. હવે આ મામલે પોલીસે 3 લોકો સામે આત્મહત્યા અને દુશ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.