વડોદરાઃ ભાઇએ સગી બહેન અને માતા પર ચપ્પુના ઘા માર્યા, અંતે ફરિયાદ નોંધાવી

 
વડોદરા

 અટલ સમાચાર, ડેસ્ક


રાજ્યમાં ઘાતકી હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વડોદરાના  ખટંબામાં એક ભાઇએ સગી બહેન અને માતા પર ચપ્પુના ઘા માર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ કાળજુ કંપાવનારી આ ઘટના 20 જૂનની હોવાનુ જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે પુત્રની માતાએ જ તેની વિરુદ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બહેન અને માતા એટલી હદે ગભરાઇ ગયા છે કે, તેઓ પોતાનું ઘર છોડીને દમણ જતા રહ્યાં છે. હાલ ઇજાગ્રસ્ત બહેનની દમણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ખટંબા ગામમાં ક્રિષ્ણા દર્શન વીલામાં આ ઘાતકી ઘટના બની છે. ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ જ પોતાની સગી બહેન પર શાક સમારવાના ચપ્પાથી સાત જેટલા બહેરેમીપૂર્વક ઘા માર્યા હતા. આ બહેન પોતાના ઘરમાંથી બહાર દોડીને આવે છે. તેની પાછળ પાછળ તેનો ભાઇ પણ આવે છે. જે બાદ તે બહેનને બહેરેમીપૂર્વક મારે છે.

જેથી તેમના પાડોશી પણ આવું ન કરવાનું કહે છે અને છોકરીને બચાવવાનો પ્રયાસ કરે છે. તો આ યુવાન તે મહિલાને પણ ડરાવે છે તેથી તે ફરીથી પોતાના ઘરમાં જતી રહે છે. જે બાદ ઉશ્કેરાયેલો યુવક તેના ઘરની બારી પર પણ ડોલ જેવું કાંઇક ફેંકે છે. આ દરમિયાન આસપાસના લોકો પણ બૂમાબૂમ કરે છે. ત્યારે આ યુવકે બિભત્સ ચેનચાળા પણ કર્યા હતા.મળતી માહિતી પ્રમાણે, આ યુવક ફોરેન્સિક સાયન્સનો વિદ્યાર્થી છે. આ યુવકની માનસિક હાલત પણ સ્થિર નથી. હાલ આ યુવકની સાયકોલોજીસ્ટ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.