વડોદરાઃ પોતાનો બોયફ્રેન્ડ છીનવાઈ જવાના ડરે માતાએ પોતાની સગીર વયની દીકરી પર ચપ્પુથી જીવલેણ હુમલો
વડોદરા

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં માતાએ જ પુત્રી પર ચપ્પુના ઘા ઝીંક્યા છે. માતાએ 13 વર્ષની દીકરી ચપ્પુના 20 ઘા ઝીંકીને તેને લોહીલુહાણ બનાવી દીધી. પોતાનો બોયફ્રેન્ડ છીનવાઈ જવાના ડરે માતાએ પોતાની સગીર વયની દીકરી સાથે મૈત્રી કરતો હોવાની શંકાએ ખૂની ખેલ ખેલ્યો હતો. તેના બાદ માતાએ જ પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી. હુમલો કરનાર માતા જ પુત્રીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. હાલ પુત્રી સારવાર હેઠળ છે. 

આજવા રોડની શ્રીજી ગ્રીન સોસાયટીમાં આ ઘટના બની હતી. બન્યુ એમ હતું કે, શ્રીજી ગ્રીન સોસાયટીમાં માતા તેની 13 વર્ષીય દીકરી સાથે રહેતી હતી. 39 વર્ષીય માતાના છૂટેછેડા થયા હતા. તેથી તે ઓનલાઈન વ્યવસાય કરીને પોતાનુ અને દીકરીનુ ગુજરાન ચલાવતી હતી. બે વર્ષ પહેલા માતાનો સંપર્ક એક યુવક સાથે થયો હતો, ઓનલાઈન પરિચય બાદ મૈત્રી સંબંધ જોડાયોહ તો. આ અંગે દીકરીને જાણ થતા માતાપુત્રી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. આ દરમિયાન 13 વર્ષીય દીકરી જ યુવકના સંપર્કમાં આવી હતી, અને બંને વચ્ચે વાતચીત વધી હતી. 
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ જાણી જતા માતા ગુસ્સે ભરાઈ હતી, અને મંગળવારે માતાએ દીકરી પર ચાકૂથી હુમલો કર્યો હતો. માતાએ દીકરી પર 20 થી વધુ ઘા માર્યા હતા. ત્યાર બાદ માતાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં બે વાર ફોન કરીને જાણ કરી હતી કે, ‘મેં મારી છોકરીને મારી નાખી છે.’

જોકે, આ બાદ માતા ખુદ દીકરીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. જેના બાદ બાપોદ પોલીસ પણ દોડતી થઈ હતી. દીકરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બોયફ્રેન્ડના મોહમાં પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ બે વાર છૂટાછેડા થયા છે, જ્યારે ઘરેલુ ઝઘડાના કારણે બે વખત પોલીસ ફરિયાદ પણ થઈ હતી. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે હાલ વિદેશ ગયો હોવાની ચર્ચા  છે.