ક્રુરતા@વડોદરા: યુવકને પ્રેમ કરવાની સજામાં ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો, અંતે મોત

ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો ફટકાર્યો હતો કે તેનુ મોત નિપજ્યુ છે. આ ઘટનામાં પ્રેમી યુવક જયેશ રાવળનું દર્દનાક મોત થયુ છે.
 
file photo
યુવતીના પરિવારજનો સજા આપવામાં તાલિબાન કરતા પણ ક્રુર બન્યા હતા. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવી હતી.  

અટલ સમાચાર, ડેસ્ક


વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોને આ વાતની ખબર પડી જતા તેઓએ યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. જેના બાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો ફટકાર્યો હતો કે તેનુ મોત નિપજ્યુ છે. આ ઘટનામાં પ્રેમી યુવક જયેશ રાવળનું દર્દનાક મોત થયુ છે. ત્યારે યુવકને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના બન્યા બાદ પાદરા પોલીસ દોડતી થઈ છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


પાદરા પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. પાદરા પોલીસે કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, યુવતીના પરિવારજનો સજા આપવામાં તાલિબાન કરતા પણ ક્રુર બન્યા હતા. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવી હતી.  આ વિશે વડોદરાના એસપી સુધીર દેસાઈએ માહિતી આપી કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ગામમાં શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઈને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.