વડોદરા: ગેંગરેપના આરોપીઓની આંગળીઓ કાપી નાંખો: પીડિતાનો આક્રોશ
અટલ સમાચાર,વડોદરા
વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ ચોક્કસ પકડાયા છે પરંતુ પીડિતા અને તેનો પરિવાર હજુ આઘાતમાં છે. પીડિતાનો પરિવાર અનેક માનસિક યાતનાઓ ભોગવી રહ્યો છે. સગીર પીડિતાને આઘાતમાંથી બહાર લાવવા માટે તેને સામાજિક કાર્યકર દ્વારા તેણીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. સામાજિક કાર્યકરના કહેવા પ્રમાણે પીડિતાને આ આઘાતમાંથી બહાર કાઢતા ખૂબ સમય લાગી જશે. બીજી તરફ ગેંગરેપ પીડિતાનું કહેવું છે કે, તેની સાથે હેવાનિયભર્યું કૃત્ય કરનાર બંને નરાધમોને તડપાવી તડપાવીને મારવામાં આવે. તેને એવી સજા આપવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઈ છોકરો કોઈ છોકરીને ખરાબ નજરથી જોવાનો પણ વિચાર ન કરે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ ઝડપાયા બાદ પીડિત સગીરાએ જણાવ્યું હતું કે, હું જે રીતે તડપી છું તેવી રીતે જ આરોપીઓને તડપાવવામાં આવે. સાથે જ પીડિતાએ જણાવ્યું કે, 10 દિવસમાં લોકોએ મને ખૂબ સાથે આપ્યો છે. હું અનેક વિચારતી હતી કે ક્યારે આ નરાધમો પકડાશે. તેમને તડપાવી તડપાવીને મારવામાં આવે.” “ઘટના બાદ મારી મનમાં અનેક નકારાત્મક વિચારો આવતા હતા, પરંતુ લોકોની હિંમતથી હું આગળ વધી હતી. આ લોકોની એક પછી એક આંગળી કાપી નાખવી જોઈએ અને તડપાવી તડપાવીને મારવા જોઈએ. ભવિષ્યમાં કોઈ છોકરો કોઈ છોકરીને ખરાબ નજરથી ન જુઓ એ માટે દાખલો બેસે તેવી સજા આ બંને નરાધમોને આપવી જોઈએ.”