મર્ડર@બેંગલોર: વડોદરાનાં યુવકની કોલેજ પાર્ટીમાં ચપ્પુના ઘા મારી હત્યા, જાણો શું છે સમગ્ર કેસ ?

 
Vadodara Murder

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના યુવાનની બેંગલોરમાં હત્યા કરી દેવાના સમાચાર સામે આવ્યા છે. બેંગલોરમાં આવેલી રેવા યુનિવર્સિટીમાં ભણતા વડોદરાના યુવકની કોલેજની પાર્ટીમાં ચપ્પુનાં ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે રાતે રેવા યુનિવર્સિટીમાં ચાલતી એક પાર્ટીમાં બે ગ્રુપ વચ્ચે અથડામણ થઇ હતી. જેમા વડોદરાના 22 વર્ષનાં ભાસ્કર જેટીનું મોત થયું છે જ્યારે અન્ય એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે.

વિગતો મુજબ ભાસ્કર મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે રાતે આ કોલેજનો વાર્ષિક ફેસ્ટ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ બનવા બન્યો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા ભાસ્કરની છાતી પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. જોકે, આ વિદ્યાર્થીને તાત્કાલિક નજીકની હોસ્પટિલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ જ તેનું મોત નીપજ્યુ હતુ. અન્ય શરથ નામના યુવાને પણ આ અથડામણમાં માથા પર ઇજા થઇ હતી. જેની હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે.