આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ગઇકાલે રાત્રે એક બેફામ બનેલાં ટ્રકે ફૂટપાથ પર સુઇ રહેલાં લોકોને કચડ્યાં હોવાનું સામે આવ્યુ છે. આ દુર્ઘટનામાં એક-બે નહીં પરંતુ 12 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં હાહાકાર મચી ગયો છે. દુર્ઘટનામાં 6 જેટલાં લોકોને ગંભીર ઇજા પહોંચી હોઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ 2 લોકોના મોત થતાં મૃત્યુઆંક 15 પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાળમુખી ટ્રકે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂટપાથ પર સુતેલાં 18 લોકોને કચડી નાંખ્યા છે. જેમાંથી 13 લોકોના મોત થયા તો 6 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હતા. તેમને સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વધુ બે લોકોના મોત થતા મૃતઆંક 15 થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સોમવારની રાતે કીમ માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે 13 લોકોનો ભોગ લીધો છે. રાત્રીના 12 વાગ્યાના સમયે આ ટ્રક કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહી હતી. દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાઇ હતી અને ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હતી.

તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું

બેકાબુ બનેલી કાળમુખી ટ્રક નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે. આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, ટ્રક આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચારથી પાંચ દુકાનોનો પણ કચ્ચરઘાણ વળ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક 6 માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા.

મૃતકોના નામ

  • શોભના રાકેશ
  • દિલીપ ઠકરા
  • નરેશ બાલુ
  • વિકેશ મહીડા
  • મુકેશ મહીડા
  • લીલા મુકેશ
  • મનિષા
  • ચધા બાલ
  • બે વર્ષની છોકરી
  • એક વર્ષનો છોકરો
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code