આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

લીંબાયતની ત્રણ વર્ષ અને સાત મહિનાની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલાં આરોપી અનિલ યાદવને 31 જુલાઈના રોજ એડિશન સેશન્સ જજ પી.એસ. કાલાની કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો સુરતનો પહેલો ફાંસીનો ચુકાદો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે.

ઘટના: 

સમગ્ર કેસની વિગત એવી છે કે, લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો.

આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ચુકાદામાં સેશન્સ કોર્ટે કહ્યું હતું કે, પહેલાંના જમાનામાં રાક્ષસો બાળકોને ઉપાડી જતા હતા એ વાર્તા આવતી હતી. આ તો રાક્ષસી કરતાં પણ વધુ જઘન્ય કૃત્ય છે. એમાં આજીવન કેદ કરતા મૃત્યુદંડની સજા જ યોગ્ય છે. આરોપીની માનસિકતા પણ અહીં જોવાની જરૂર છે.

આ કેસમાં 35 સાક્ષીઓ ચકાસાયા એક જ મહિનામાં ચાર્જશિટ થઇ રોજેરોજ કેસનું હિયરિંગ થયું ઉપરાંત પોલીસે પણ ઝડપથી પુરાવા એકત્રિત કરીને કોર્ટમાં સબમિટ કર્યા અને પાંચ જ મહિનામાં ટ્રાયલ પૂરી થઇ. અલબત્ત દુષ્કર્મની આ ઘટનાના સમયાંતરે બીજા દસ બનાવો બન્યા છે જેમાં બાળકીઓ હેવાનોનો ભોગ બની છે. આ તમામ બાળકીના માતા-પિતા આવી જ ઝડપથી સજાની આશા રાખી રહ્યા છે. સરકારે માત્ર 3 જ કેસમાં સ્પિડ ટ્રાયલ થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ખરેખર તો જઘન્ય કૃત્યના દરેક કેસમાં સ્પિડ ટ્રાય થવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code