આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સુરત

સુરતના વેડ રોડ ઉપર પાડોશમાં રહેતા દરજીએ પોતાની ૧૦ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. બનાવની વધુ વિગત અનુસાર સુરતના વેડ રોડ ઉપર રહેતા એક પરિવારની ૧૦ વર્ષની માસુમ દિકરીને કપડા સીવી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જોકે મહત્વની બાબત એ છે કે તે દુષ્કર્મ આચરનાર પુરૂષ એચઆઇવી ગ્રસ્ત છે. અને તેને બાળા સાથે દુષ્કર્મ કર્યાની ઘટનાની પરિવારજનોને જાણ થતા તેમણે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તે નરાધમની અટકાયત કરી બાળકીને એચઆઇવી એન્ટી ડોઝ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું કે, આ નરાધમ આરોપી બે સંતાનો પિતા હોવાનું બહાર આવ્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code