holi
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

ભારત તહેવારોનો દેશ છે. જુદી જુદી જાતિના લોકો જુદા જુદા ઉત્સવો ઉજવે છે આ તમામ તહેવારોમાંનો એક તહેવાર હોળી-ધૂળેટી છે. જેમાં ભારતીયો કલરફૂલ રંગ-રોગાનથી હોળીની ઉજવણી કરે છે. ગુરૂવારના ધૂળેટીની ઉજવણી થશે.

હોળી ક્યારે ઉજવાય છે?

ભારતમાં હિન્દી પંચાગ મુજબ સામાન્ય તહેવારો ઉજવાય છે. આમ હોળી ફાગણ મહિનાના પૂર્ણ ચંદ્ર (પૂનમે) ઉજવવામાં આવે છે. જેને વસંત ઋતુના સ્વાગતનો તહેવાર માનવામાં આવે છે.

હોળી પ્રગટાવવાનો સમય
8:58 થી 12:34 સુધી હોળી પ્રગટાવવાનો શુભ સમય
સમય અવધિ 3 કલાક 36 મિનિટ
ભદ્ર પુસ્ચા 17:24 થી 18:25
ભાદરમુખ 18:25 થી 20:07

હોળી ઉજવણીની પૌરાણિક કથાઃ

Travel, Indien, Indiaદરેક તહેવાર પૌરાણિક કથાઓ સાથે જોડાયેલ છે. જે ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. હોળી પાછળ પણ એક વાર્તા છે. હિરણ્ય કશ્યપ નામના રાજા હતા. જે પોતે દેવતાઓથી બળવાન હોવાનું જણાવતો. પોતે જ સર્વસ્વ છે તેમ માનતો અને પોતાની જ પૂજા થવી જોઈએ તેવી માન્યતા ધરાવતો હતો. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તે હિરણ્ય કશ્યપને પસંદ ન હતું. તેણે ઘણી વખત પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની પૂજા કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રહલાદ તો વિષ્ણુમય જ હતો. અને તેને જ્યાં જુઓ ત્યાં વિષ્ણુ ભગવાન દેખાતા રહેતા. આથી હિરણ્ય કશ્યપ ગિન્નાયો અને એક યોજના ઘડી કાઢી. તેમાં પોતાની બહેન હોલીકાનો સાથ લીધો.

holi2બહેન હોલીકાને વરદાન હતું કે તે પોતે આગ ઉપર વિજય મેળવી શકે છે. પરંતુ કોઈ ખોટા કાર્યમાં વરદાનનો ઉપયોગ થાય તો પોતે જ તેમાં ખાખ થઈ જશે. પરંતુ ભાઈની ભગવાન ભક્ત પુત્રને મારવાની યોજનામાં ભાન ભૂલી ગઈ. આ તરફ પ્રહલાદને હોલીકાના ખોળામાં બેસાડી પોતે અગ્નિ ઉપર બેસી ગઈ. જેથી પોતાની શક્તિનો દુરુપયોગ કરવા બદલ આગમાં લપેટાઈ ગઈ. અને પ્રહલાદને વિષ્ણુ ભગવાને બચાવી લીધા. ત્યારથી આ દિવસે લોકો સત્યની જીત માની આનંદથી હોળી પ્રગટાવે છે. જેને હોલી તરીકે હોળીકા દહન કે હોળી તરીકે ઓળખાય છે.

ભારતમાં ધૂળેટીઃ

ભારતમાં હોળી કે ધૂળેટીને મોટા ભાગના રાજ્યોમાં એક માનવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ ધૂળેટીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તે વધુ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. લોકો હોલી તહેવાર જોવા માટે વ્રજ, વૃંદાવન અને ગોકુલની મુલાકાત લે છે. આ તહેવારો ઘણા દિવસો સુધી ઉજવવામાં આવે છે. હોળી પણ ઘણા સ્થળોએ ઉજવવામાં આવે છે અને ગીતો વગાડે છે, બધા એકબીજાને મળે છે અને આનંદ ઉજવે છે.

ગુજરાતની હોળી-ધૂળેટી

Holi-Festival-colour-run
file photos all

ગુજરાતમાં અનોખી રીતે લોકો આ તહેવાર ઉજવે છે. હોળીના દિવસે લોકો જુદી-જુદી જગ્યાએ વિવિધ જ્ઞાતિના લોકો હોળી દહનની સામગ્રી એકઠી કરે છે. અને મૂર્હત અનુસાર એક જ સમયે ગુજરાતભરમાં હોળી પ્રટાવાય છે. જેમાં શ્રીફળ, ધાણીના નિવેધ ધરાય છે. લોકો હાયળા, ધાળી, ખજૂરની લીજ્જત માણે છે અને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. નવપરણિત યુગલો અને પુત્ર જન્મને પણ હોળીના દર્શન કરાવવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમામ આધિ-વ્યાધિ સામે રક્ષણ મળે છે તેવી પણ માન્યતા છે.

જ્યારે બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવાય છે. વહેલી સવારથી ગુજરાતીઓ હાથમાં પીંચકારી, રંગો લઈને નીકળી પડતા હોય છે. એકબીજા ઉપર રંગોની છોળો ઉડાવી અતિ આનંદમય રીતે કલરફૂલ ધૂળેટીની ઉજવણી કરાય છે.

હોળી પર ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આપણા ગુજરાતીઓ સ્વાદના રસીયા હોય છે. જેથી દરેક વાર-તહેવારમાં ઘર-ઘરમાં સ્વાદની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

ધૂળેટીમાં આ બાબતો સાવચેતી રાખવી અનિવાર્ય

ધૂળેટી રંગોનો તહેવાર છે પરંતુ સાવચેતી સાથે ઉજવણી કરવી જરૂરી છે. આ દિવસે રંગમાં ભેળસેળને લીધે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેથી જ ગુલાબમાંથી હોળીને સ્વીકારવાનો અધિકાર છે. કેટલાક લોકો તહેવારમાં વ્યસનયુક્ત પદાર્થો સાથે તહેવારો ઉજવવા આપણા અને અન્ય લોકો માટે જોખમકારક છે. જેથી આવા માદક પદાર્થોને ટાળવા ખૂબ જ જરૂરી છે.

ખોટા રંગના ઉપયોગને લીધે આંખના રોગની શક્યતા વધે છે. ક્યારેક આંખ પણ ગુમાવવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. તેથી આવા રસાયણ મિશ્ર રંગોનો ઉપયોગ ટાળવો. ઘરમાં બનેલી વાનગીનો જ ઉપયોગ કરવો.

તહેવારમાં ભેદભાવ ટાળોઃ

ધૂળેટીના દિવસે સાવચેતી પૂર્વક અને ભાઈચારાથી રંગોની મજા માણો. કોઈપણ સાથે દબાણપૂર્વક તહેવારની ઉજવણી કરવી નહી. હોળી જેવા ઉત્સવો પર જૂના મનદુઃખ અને વધુ પડતો ઉન્માદ ટાળવો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code